New Delhi તા.15
અમેરિકાનાં ટેરિફવોર સહિતના વૈશ્ર્વિક ઘટનાક્રમોથી કોમોડીટી સહિતના ક્ષેત્રોમાં ઉથલપાથલ મચી છે ત્યારે ભારતમાંથી જેમ્બ-જવેલરી નિકાસમાં 11.72 ટકાનો ઘટાડો નોંધાયો છે.
2024-25 માં ભારતની જેમ્સ-જવેલરી નિકાસ 28.5 અબજ ડોલરની થઈ હતી જે આગફલા વર્ષમાં 32.28 અબજ ડોલરની હતી. અમેરિકા તથા ચીનની નબળી ડીમાંડ વૈશ્વિક સ્તરે ચાલતા એકથી વધુ યુદ્ધ, રશીયન હીરા પર પ્રતિબંધો, લેબ ગોન હીરાની સ્પર્ધા સહિતનાં કારણોથી ભારતની જેમ્સ-જવેલરી નિકાસને ફટકો પડી રહ્યો છે. જોકે 2ફ તથા પોલશ્ડ ડાયમંડનાં ભાવમાં બે વર્ષ બાદ સ્થિરતા આવવા લાગતા રાહત થઈ છે.
અમેરીકા દ્વારા હેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યાના 10 દિવસ અગાઉ ભારતીય નિકાસકારોએ એક અબજની જવેલરી નિકાસ કરી નાખી હતી. નિકાસ વૃધ્ધિની દિશામાં સૂચક છે.
નિકાસની જેમ આયાતમાં પણ 11.96 ટકાનો ઘટાડો છે. ભારતમાં 2024-25 માં જવેલરી આયાત 19.6 અબજ ડોલરની રહી હતી. જે ગલા વર્ષે 22.2 અબજ ડોલરની હતી.
જાણકારોએ કહયું કે છેલ્લા ત્રણેક મહિનાથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં ભારતની જેમ્સ-જવેલરી નિકાસ 2.5 અબજ ડોલરના સ્તરે પહોંચી હતી.
તે 1.02 ટકાનો વધારો સુચવે છે. ભારતીય નિકાસમાં કટ અને પોલીશ્ડ હિરાનો સિંહફાળો છે. જે 2024-25 માં 13.2 અબજ ડોલરની હતી. 2023-24 માં 15.96 અબજ ડોલરની સરખામણીએ 16.75 ટકા ઓછી હતી. આ દરમ્યાન અમેરિકાથી હિરા આયાતમાં 36.5 ટકાનો ઘટાડો સુચવે છે.