Hyderabad, તા.20
યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે ઇજાગ્રસ્ત હોવાને કારણે ચાલુ IPL સીઝનમાં ભાગીદારી શંકાસ્પદ છે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટો ફટકો છે. 18 વર્ષીય મ્હાત્રેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો.
ચેન્નાઈના બેટિંગ કોચ માઈક હસીએ કહ્યું, તેને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ છે. હાલ ઈજા કેટલી ગંભીર છે તે અંગે સ્પષ્ટ માહિતી નથી. અમે આવતીકાલે કે પરમ દિવસે તેનું સ્કેન કરાવીશું.
પથિરાના કોલકાતામાં જોડાયા
શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના આખરે કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમમાં જોડાયા છે, ફ્રેન્ચાઇઝીએ રવિવારે આ અંગે પુષ્ટિ આપી છે.

