New Delhi, તા. 15
અમદાવાદની વિમાની દુર્ઘટનામાં ભારતીય એવીએશન એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરોએ તેના પ્રાથમિક રીપોર્ટમાં જે રીતે પ્રશ્ન ઉભા કર્યા છે તેની વ્યાપક ટીકા થઇ રહી છે અને હવે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ પાયલોટ દ્વારા પણ આ રીપોર્ટને અત્યંત ઝડપથી કોઇ તારણ પર લાવવા જેવો ગણાવ્યો છે.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એરલાઇન્સ પાયલોટ એસોસીએશન આ અંગે એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ એજન્સીનો રીપોર્ટ ખુદ અનેક પ્રશ્ન ઉભા કરે છે અને તેમાં પ્રોફેશનલ તપાસ થઇ હોય તેવું જણાતું નથી.
અગાઉ ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ એસોસીએશનએ આ રીપોર્ટ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો ખાસ કરીને વિમાનની કોકપીટમાં બંને પાયલોટો વચ્ચે જે વાતચીતનો અંશ જાહેર કરાયો તે સૌથી મોટો મુદો બની ગયો છે.