Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh મેંદરડા પંથકની યુવતીએ અભ્યાસના ટેન્શનમાં ઝેરી દવા પીતા મોત

    August 14, 2025

    Junagadh પોલીસના જુગારના બે દરોડામાં ૧૩ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

    August 14, 2025

    હવે પાછો તું આવી જાને કાન્હા

    August 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh મેંદરડા પંથકની યુવતીએ અભ્યાસના ટેન્શનમાં ઝેરી દવા પીતા મોત
    • Junagadh પોલીસના જુગારના બે દરોડામાં ૧૩ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ
    • હવે પાછો તું આવી જાને કાન્હા
    • 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્યતા દિવસ
    • સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત
    • સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ Draupadi Murmuએ રાષ્ટ્રને સંબોધન કર્યું
    • Vadodara: વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, ૩.૧૭ કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
    • Rajkot: રાજકોટ લોકમેળામાં પ્રથમ વખત સ્માર્ટ સુરક્ષા,એઆઇ અને ડ્રોન ટેકનોલોજીથી રખાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
    ગુજરાત

    Narendra Modi ની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadnagar,તા.19

    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાશે
    “યોગ ફોર વન અર્થ – વન હેલ્થ”ની થીમ અને ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ધ્યેય સાથે યોગ દિવસની જન સહભાગીતાથી રાજ્યવ્યાપી ઉજવણી થશે
    ૧૭ મહાનગરપાલિકા-નગરપાલિકા – ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો – ૨૫૧ તાલુકા પંચાયતો –શાળા-કોલેજો – ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ – ૩૩ જિલ્લાઓના પોલીસ હેડક્વાટર્સ – પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો
    ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય
    ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ૨૧મી જૂન ૨૦૨૫, શનિવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે.
    “યોગ ફોર વન  અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧મી જુને સવારે ૬:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

    ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં ૧૭૭ દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગદિવસની ઉજવણી ૨૧મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે.

    તદઅનુસાર, સમગ્ર વિશ્વમાં ૨૦૧૫થી ૨૧મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે ૧૧મો યોગદિવસ ઉજવાશે.
    વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે.તા. ૨૧મી જૂન ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના સ્થળ વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનશ્રીના આ સંદેશના જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ગુજરાતભરમાં આ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસને વ્યાપક જનભાગીદારીથી ઉજવવાનું વિસ્તૃત કાર્યઆયોજન રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા રાજ્ય યોગ બોર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે.
    આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે.યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે ૧ હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના ૩૫થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

    રાજ્યભરમાં યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો ૨૧મી જૂને યોગ દિવસમાં જોડાય તે હેતુસર તા.૧૫ થી ૨૦ જૂન દરમિયાન દરેક જિલ્લાઓમાં કોમનયોગ પ્રોટોકોલના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.એટલું જ નહીં, પોલીસ તંત્ર દ્વારા યોગ રેલી અને યોગ સત્રનું આયોજન, ગ્રામસભાઓના આયોજનથી ગ્રામીણ સ્તરે પણ યોગનો પ્રચાર, નગરપાલિકા-મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ તેમજ બગીચા અને જાહેર સ્થળોએ આવા કોમન યોગ પ્રોટોકોલ કાર્યક્રમો પાર પાડવામાં આવ્યા છે.

    રાજ્યના જિલ્લા મથકો, નગરો-મહાનગરોમાં સ્થાનિક આઇકોનિક સ્થળો પસંદ કરીને યોગ કાર્યક્રમ યોજવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.વડાપ્રધાનશ્રીની વતનભૂમિ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાના-રીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલ્વે સ્ટેશન તથા વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને બી.એન.શાહ હાઈસ્કૂલ એમ ૧૧ આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોગ દિવસ કાઉન્ટડાઉન રૂપે યોજવામાં આવ્યા હતા.

    વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ જન-જનને યોગ સાથે જોડીને સ્વસ્થ-તંદુરસ્ત રહેવાનું જે આહવાન કર્યું છે તેને ૧૧માં વિશ્વ યોગ દિવસે સાકાર કરવા ગુજરાતે ગ્રામ્ય કક્ષાથી લઈને મહાનગરો સુધી જન ભાગીદારી સાથે યોગ કાર્યક્રમનું વ્યાપક આયોજન કર્યું છે.
    તદ્અનુસાર, ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો અને ૨૫૧ તાલુકા પંચાયતો ખાતે પણ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૧૦.૪૦ લાખ લોકોને જોડવાનું આયોજન છે.
    શાળા કોલેજોના છાત્રો પણ આ યોગ દિવસે ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે ૪૫ હજાર પ્રાથમિક શાળાઓ, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ૨૬૦૦ કોલેજ અને ૩ યુનિવર્સિટી મળી ૬૦,૧૦૦ સ્થળોએ શિક્ષકો-વિદ્યાર્થીઓ મળીને અંદાજે ૫.૭૩ લાખ લોકો યોગમય બનશે.

    આ ઉપરાંત રાજ્યની ૨૮૭ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ૧૪૭૭ પી.એચ.સી., ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ, ૩૦ જેલ, ૩૩ પોલીસ હેડક્વાટર્સ અને ૧૧૫૨ પોલીસ મથકો ખાતે પણ યોગ દિવસ ઉજવવામાં આવશે. રાજ્યમાં ૧૦૦ જેટલા અમૃત સરોવરના સ્થળોએ પણ  સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે.ગુજરાતે ગત વર્ષે ૧૦મા વિશ્વ યોગદિવસની ઉજવણીમાં ૧ કરોડ ૩૧ લાખ લોકોની સહભાગીતાથી અગ્રેસરતા મેળવી હતી.આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગદિવસના ઉપલક્ષમાં વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે ભુજંગાસનમાં નવો વર્લ્ડ રેકર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યુ છે.

    celebrated hometown International Yoga Day Narendra Modi Vadnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત

    August 14, 2025
    રાષ્ટ્રીય

    સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ Draupadi Murmuએ રાષ્ટ્રને સંબોધન કર્યું

    August 14, 2025
    વડોદરા

    Vadodara: વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, ૩.૧૭ કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ

    August 14, 2025
    રાજકોટ

    Rajkot: રાજકોટ લોકમેળામાં પ્રથમ વખત સ્માર્ટ સુરક્ષા,એઆઇ અને ડ્રોન ટેકનોલોજીથી રખાશે

    August 14, 2025
    સુરત

    Surat: આંગડિયા પેઢી દ્વારા આરટીજીએસના બહાને ૫૧ લાખની છેતરપિંડી કરાઇ

    August 14, 2025
    મુખ્ય સમાચાર

    Italyમાં સ્થળાંતર કરનારાઓથી ભરેલી હોડી પલટી ગઈ; ૨૬ લોકોના મોત, ઘણા ગુમ

    August 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh મેંદરડા પંથકની યુવતીએ અભ્યાસના ટેન્શનમાં ઝેરી દવા પીતા મોત

    August 14, 2025

    Junagadh પોલીસના જુગારના બે દરોડામાં ૧૩ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

    August 14, 2025

    હવે પાછો તું આવી જાને કાન્હા

    August 14, 2025

    15 ઓગસ્ટ, સ્વાતંત્ર્યતા દિવસ

    August 14, 2025

    સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત

    August 14, 2025

    સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ Draupadi Murmuએ રાષ્ટ્રને સંબોધન કર્યું

    August 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh મેંદરડા પંથકની યુવતીએ અભ્યાસના ટેન્શનમાં ઝેરી દવા પીતા મોત

    August 14, 2025

    Junagadh પોલીસના જુગારના બે દરોડામાં ૧૩ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

    August 14, 2025

    હવે પાછો તું આવી જાને કાન્હા

    August 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.