Mumbai,તા.૨૨
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતે આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘી ખરીદીનો ઇતિહાસ રચી દીધો છે. મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
આ રીતે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને સાઉદી અરેબિયાના જેદ્દામાં આઇપીએલ ૨૦૨૫ના ઓક્શન દરમિયાન મોટી રકમ મળી. સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સ (ડીસી) એ ૧૧.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો. આઇપીએલમાં મળનારી રકમમાંથી ખેલાડીઓને કેટલો ટેક્સ આપવો પડે છે.
ભારતીય ખેલાડીઓને ૧૦% અને વિદેશી ખેલાડીઓને ૨૦% ્ડ્ઢજી કાપ્યા બાદ આઇપીએલના પૈસા મળે છે. ખેલાડીઓએ વળતર મળ્યા પહેલા બીસીસીઆઇ અને ફ્રેંચાઇઝી બંનેની સાથે એક કરાર સાઇન કરવાનો હોય છે.
જો કોઈ ફ્રેંચાઇઝી વળતર નથી આપતી તો બીસીસીઆઇ વળતર આપશે અને ફ્રેંચાઇઝીની કેન્દ્રીય આવકથી તે રકમ કાપી લેશે. એક સીએના જણાવ્યા અનુસાર આઇપીએલ ફ્રેંચાઇઝી ભારતીય ખેલાડીઓને એક નક્કી રકમ આપે છે, જેને વ્યવસાયિક આવક માનવામાં આવે છે.
આઇપીએલથી મળેલી આવકને તેમની વર્ષની કુલ આવકમાં જોડીને આવક સ્લેબના હિસાબે ટેક્સ લગાવવામાં આવે છે. જે ખેલાડીઓની વધુ રકમ હોય છે, જેમ કે ઋષભ પંત અને શ્રેયસ અય્યર તેને સરચાર્જ અને સેસની સાથે ૩૦% ટેક્સ પણ આપવો પડશે. આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૧૫મ્મ્છ હેઠળ, જે વિદેશી ખેલાડી ભારતીય નાગરિક નથી અને ભારતના રહેવાસી નથી, તેની પર વિશેષ ટેક્સ નિયમ લાગુ થાય છે.
આ નિયમો હેઠળ જો તે ભારતમાં કોઈ રમતમાં ભાગ લે છે. જાહેરાત કરે છે કે રમતથી જોડાયેલા લેખ ભારતીય અખબારો, પત્રિકાઓ કે જર્નલ્સમાં લખે છે તો તેમની આ કમાણી પર ૨૦% ટેક્સ લાગશે. ભારતમાં પોતાની આવક પ્રાપ્ત કરે છે, તો ૨૦% જીએસટી લાગુ થાય છે. તેનો અર્થ છે કે તેમને ભારતમાં પેન (સ્થાયી ખાતા સંખ્યા) માટે રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી નથી.
લખનૌએ ઋષભ પંતને કુલ ૨૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો પરંતુ આ રકમ ત્રણ સીઝન ૨૦૨૫, ૨૦૨૬ અને ૨૦૨૭ માટે છે. તેથી તેને એક વખતમાં આ રકમ મળશે નહીં. સાથે જ આયકર વિભાગ પંતની કુલ કોન્ટ્રાક્ટ એમાઉન્ટથી ૮.૧ કરોડ રૂપિયા ટેક્સ તરીકે કાપશે. પંતને ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટ એમાઉન્ટ માટે આઇપીએલ ટીમથી ૧૮.૯ કરોડ રૂપિયાનું શુદ્ધ વેતન મળશે.