Oval,તા.25
આઈપીએલમાં ધમાકેદાર બેટીંગથી ચમકેલા 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સુર્યવંશીએ ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેના અન્ડર-19 50 ઓવરના મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના ભારતના જ બેટસમેન ઉન્મુકત ચંદનો 38 છગ્ગાનો રેકોર્ડ તોડી 41 છગ્ગા ફટકારી છે.
તેણે ફકત 10 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવાયો હતો. ઓસી-અન્ડર-19 મેચમાં તેણે 68 બોલમાં 70 રન ફટકાર્યા હતા. તેણે કુલ પ્રથમ ક્રિકેટમાં 540 રન ફટકાર્યા છે. જેમાં 41 છગ્ગા છે. તેણે ફકત 12 વર્ષની ઉંમરે જ રણજીટ્રોફી મેચ રમ્યો હતો.