Tehran તા.3
મધ્ય પૂર્વમાં હાલ ધમાસાણ લડાઇ ચાલી રહી છે ત્યારે ઇરાને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં જમીનથી સેંકડો ફૂટ નીચે બનેલી સુરંગોમાં ડ્રોનોનો વિશાળ ભંડાર જોવા મળી રહ્યો છે.
ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોટર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા શાહેદ-136 ડ્રોન નજરે પડી રહ્યા છે. તેને સુસાઇડ ડ્રોન પણ કહેવામાં આવે છે અને તે આધુનિક યુધ્ધનું સૌથી ઘાતક અને સસ્તુ હથિયાર બનીને ઉભર્યું છે. તેની ખાસિયત એ છે કે તે એક મિસાઇલની જેમ કામ કરે છે.
► ઇરાનનું શાહેદ-136 ડ્રોન પોતાનું અંતર, પેલોડ ક્ષમતા અને સસ્તી ડિઝાઇનના કારણે ક્ષેત્રીય સૈન્ય તણાવમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
► આ ડ્રોન લગભગ 2000-2500 કિલોમીટરના અંતર સુધી ઉડી શકે છે.
► સરેરાશ ગતિ 180-200 કિલોમીટર દર કલાકે છે. જે તેને ધીમું પરંતુ ટકાઉ બનાવે છે.
► 3000-4000 મીટરની ઉંચાઇ ઉડાન અને ઓછું રડાર સિગ્નેચર તેને પકડવું મુશ્કેલ બનાવી દે છે.

