Mumbai,તા.૧૯
અમીષા પટેલ ૪૯ વર્ષની થઈ ગઈ છે. આ ઉંમરે પણ તે એકદમ હોટ અને ગ્લેમરસ લાગે છે. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ગ્રીન મોનોકિની પહેરેલી તસવીરો શેર કરી છે. આ તસવીરોએ અમીષાની ગર્ભાવસ્થાની અફવા ફેલાવી. ઘણા યુઝર્સે તે પ્રેગ્નેન્ટ હોવાના ક્યાસ લગાવ્યા છે. અમીષા હજુ પણ સિંગલ છે. આમ છતાં ફેન્સે તેના ફેશનની પ્રશંસા કરી. તેને દુબઈમાં એક બર્થડે પાર્ટીમાં જોવામાં આવી. અમીષા પટેલના લેટેસ્ટ ફોટોઝે નેટીઝન્સને મૂંઝવણમાં મૂકી દીધા છે કે શું તે ખરેખર પ્રેગ્નેન્ટ છે. હાલમાં ગદર ફેમ એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન મોનોકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો અને એક ફોટો પોસ્ટ કર્યો. ફોટોમાં અમીષાને જોઈને લોકોએ તેની પ્રેગ્નેન્સી વિશે અનુમાન લગાવ્યું. અમીષાએ સફેદ શર્ટ સાથે લીલી મોનોકિની પહેરી હતી. બ્લેક ગોગલ્સ અને કેપથી પોતાનો લુક કમ્પલિટ કર્યો હતો.
આ આઉટફિટમાં અમીષા પટેલે પણ સુંદર પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વીડિયો આવતાની સાથે જ નેટીઝન્સ વિચારવા લાગ્યા કે શું અમીષા પટેલ પ્રેગ્નેન્ટ છે. એક ફેન્સે કોમેન્ટ કરી કે, “ગર્ભવતી ” બીજા ફેન્સે પૂછ્યું. “તું પ્રેગ્નેન્ટ લાગે છે? કે પછી મારી ગેરસમજ છે? એકે કન્ફ્યુઝનવાળા ઈમોજી સાથે લખ્યું કે, “શું તમે પ્રેગ્નેન્ટ છો?” બીજા એક યુઝરે લખ્યું, “તે ગર્ભવતી લાગે છે.” આ ઉપરાંત ઘણા ફેન્સે અમીષાના ફેશન સેન્સની પ્રશંસા કરી. કેટલાકે તેને ‘ખૂબસૂરત’ કહી, તો કેટલાકે તેને ‘હોટી’ કહી.
અમીષા પટેલ સૌથી પ્રતિભાશાળી અને ખૂબસૂરત એક્ટ્રેસમાંની એક છે જે હંમેશા પોતાની ફેશન અને સ્ટાઇલથી દર્શકોને પ્રભાવિત કરે છે. હાલમાં અમીષા દુબઈમાં એક ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં પણ જોવા મળી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે જાન્યુઆરીમાં અમીષા પટેલ અને ઋતિક રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. અગાઉ, અમીષાએ જણાવ્યું હતું કે કેવી રીતે આ ફિલ્મે તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું.
અમીષા પટેલે કહ્યું હતું કે, “એક સામાન્ય છોકરા અને છોકરીમાંથી, અમે સેન્સેશન બની ગયા. રોહિત અને સોનિયા દેશના નેશનલ ક્રશ બની ગયા. તે કોઈ સામાન્ય ફિલ્મ નહોતી. લોકો પાત્રોને પોતાના ઘરે લઈ ગયા. તે પછી ઘણા દિવસો સુધી હું સુન્ન રહી. મને ખબર નથી કે તે કેવી રીતે બન્યું. તે ફક્ત અનરિયલ લાગી રહ્યું હતું!