Morbi,તા.04
ચોરી થયેલ પૈકી રોકડ અને 2 મોબાઈલ રીકવર
વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીના મકાનમાંથી રોકડ-દાગીના સહીત ૫૦,૩૦૦ ની મત્તાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી અને ચોરી કરનાર ઈસમને અમરસર ફાટક પાસેથી ઝડપી લઈને ચોરી થયેલ મુદામાલ પૈકી 2 મોબાઈલ અને રોકડ રકમ રીકવર કરવામાં સફળતા મળી છે
વાંકાનેર પીજીવીસીએલ ઓફિસમાં નોકરી કરતા દિવ્યેશ જગદીશભાઈ જાનીએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪-૦૧ ના રાત્રીથી તા. ૨૫-૦૧ ના સવારના દરમીયાન અજાણ્ય ચોર ઇસમોએ ફરિયાદીના બ્રહ્મ સમાજ સોસાયટીમાં આવેલ મકાનના દરવાજાનું તાળું તોડી કબાટ ખોલી સોના ચાંદીના દાગીના જેમાં બુટીની જોડ 1, સોનાનો ચેઈન 1, ચાંદીના વરખવાળા સોનાના પાટલા 1 જોડ અને સોનાની માળા 1 મળી કુલ્રું ૩૯,૦૦૦ અને ગલ્લા તેમજ પર્સમાં રહેલ રોકડ રૂ ૧૦,૦૦૦ તેમજ મોબાઈલ કીમત રૂ ૧૩૦૦ સહીત કુલ રૂ ૫૦,૩૦૦ નો મુદામાલ ચોરી કરી ગયા છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી
પોલીસે ટેકનીકલ માધ્યમ અને હુમન સોર્સીસની મદદથી તપાસ ચલાવતા આરોપી અમરસર ફાટક પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમ શેખ (ઉ.વ.25) રહે નાગોરીવાસ મસ્જીદ સામે ચંદ્રોડા ગામ તા. બેચરાજી મહેસાણા વાળાને ઝડપી લઈને ચોરી થયેલ પૈકી 2 મોબાઈલ અને રોકડ રૂ 10,200 નો મુદામાલ રીકવર કર્યો છે આરોપી વિરુદ્ધ અગાઉ ગંગાજળીયા પોલીસ મથક અને ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચુક્યા છે જયારે અન્ય આરોપી વસીમ ઉર્ફે લઘો સલીમ પઠાણનું નામ ખુલ્યું છે જે આરોપી પણ રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જે ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે