New Delhi,તા.24
ભારતની અવકાશ સંશોધન સંસ્થા `ઈસરો’એ 2025ના વિદાય સમયે જ વધુ એક ઈતિહાસ રચતા 6500 કિલો વજનના બ્લુ બર્ડ બ્લોક-2 ઉપગ્રહને સફળતાપૂર્વક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપીત કર્યા છે. આજે સવારે 8.45 કલાકે શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ભારતના જ ત્રણ સ્ટેજના એમએલવી-3- એમ-6 જેને `બાહુબલી’ તરીકે ઓળખવામાં આવે છે.
તેના મારફત ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મીશન અમેરિકી કંપની એએસટી સ્પેસ મોબાઈલ માટે યોજવામાં આવ્યુ હતું અને તે ઈસરોના કોમર્શિયલ લોન્ચીંગનો ભાગ છે. આ લોન્ચીંગથી ઉપગ્રહ સ્થાપીત કરવામાં ઈસરોએ તેની ક્ષમતા પુરવાર કરી લીધી છે. અગાઉ ઈસરોએ વિશ્વસ્તરે સેટેલાઈટ ઈન્ટરનેટ પુરુ પાડનાર વન-વેબના ઉપગ્રહને પણ લોન્ચ કર્યા છે.
આ ઈસરોને એકંદર 101મું મીશન હતું. રસપ્રદ બાબત એ છે કે ઈસરોના બાહુબલી એલવીએમ-3 એમ-6ની આ છઠ્ઠી ઓપરેશન ઉડાન હતી. બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહએ નેકસ્ટ જનરેશન સંદેશાવ્યવહાર પદ્ધતિનો એક ભાગ છે જેમાં ભવિષ્યમાં મોબાઈલ ટાવરની જરૂર પડશે નહી.
અમેરિકી કંપની પણ હવે તેના ઉપગ્રહ લોન્ચીંગ માટે ઈસરો સામે સહયોગ કરી રહી છે. આ અમેરિકી કંપની એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે. જેમાં સ્પેસ સ્થિત સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા લીધી. ગ્રાહકના મોબાઈલ ફોનમાંજ ઉપલબ્ધ થશે. આ કંપની હાલ અમેરિકા અને અન્ય દેશોને મોબાઈલ ઈન્ટરનેટ સેવા થાય છે. ઈસરોની કંપની ન્યુ સ્પેસ ઈન્ડીયા લી. દ્વારા આ કરાર કરાયા હતા.
શ્રી હરિકોટાથી હવે 43.45 મીટર ઉંચા સ્પેસ રોકેટ એ ઉડાનના નવ મીનીટમાંજ આ સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. પૃથ્વીની સૌથી નીચી કક્ષામાં વ્યાપીત થનાર તે સૌથી મોટા વજનનો ઉપગ્રહ છે.
આ ઉપગ્રહ સંદેશાવ્યવહારમાં ક્રાંતિ સર્જશેઃ મોબાઈલ ટાવર ભૂતકાળ બનશે
હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલા અમેરિકી કંપની એએસટી-સ્પેસ મોબાઈલના આ ઉપગ્રહ બ્લુબર્ડ-બ્લોક-ટુ એ ભવિષ્યમાં સંદેશા વ્યવહારમાં નવી ક્રાંતિ લાવશે. અમેરિકી કંપનીનો આ મોબાઈલ પૃથ્વીની સૌથી નીચી ભ્રમણકક્ષામાં સ્થાપીત થશે જેનો હેતુ ફાયબર કેબલ કે મોબાઈલ ટાવર વગર જ હાઈસ્પીડ બ્રોડબેન્ડ સેવા મળશે.
જેના માટે હબ જમીનમાં લાખો કી.મી.ના કેબલ વાપરવા પડે છે તેની જરૂર રહેશે નહી તથા આ સેવા ગમે તેવી કુદરતી કે માનવસર્જીત આફત સમયે પણ ખોરવાશે નહી.આ પ્રકારે તમારા મોબાઈલ-લેપટોપ વિ. ગેઝેટમાં સીધી બ્રોડબેન્ડ સેવા મળશે.
નાના ગેઝેટ-મશીનોને પણ કેબલ વગર વિશ્વના કોઈપણ ખુણે ચલાવી શકાશે. આ મીશન ઈસરો અને અમેરિકી કંપનીનું સંયુક્ત સાહસ હતું. ઉપગ્રહ તૈયાર કરવામાં પણ ઈસરોની ભૂમિકા અમેરિકી કંપની વિશ્વના 50 જેટલા મોબાઈલ ઓપરેટરોને આ સેવા આપવા માંગે છે.

