New Delhi તા.5
સીબીડીટીએ આવકવેરા અધિકારીઓને આદેશ આપ્યો છે કે છુટ અને કપાતના બોગસ દાવાઓની ઓળખ કરવી પડશે. બોર્ડે એડવાન્સ ટેકસ જમા કરનારા ટોપ કરદાતાઓ પર બારીક નજર રાખવાનું પણ કહ્યું છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટીએ આવકવેરા અધિકારીઓને ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કર સંગ્રહમાં સુધારાની રણનીતિ અંતર્ગત એડવાન્સ કર જમા કરનાર ટોપ કરદાતાઓ પર બારીક નજર રાખવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે છુટ અને કપાતના બોગસ દાવાની ઓળખ કરવાનો પણ નિર્દેશ કર્યો છે.
આગોતરા ટેકસ એ રકમ છે જે એક નાણાકીય વર્ષમાં ચાર હપ્તાથી દર ત્રિમાસિકના અંતિમ મહિનાની 15મી તારીખ પહેલા એડવાન્સ તરીકે ચુકવવામાં આવે છે. પ્રત્યક્ષ કર અંતર્ગત સીબીડીટીએ 25.20 કરોડ રૂપિયાનું લક્ષ રાખ્યું છે.
જેમાં કોર્પોરેટ કરથી 10.82 લાખ કરોડ, બિનકોપોરેટ કરથી 13.60 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય રખાયું છે તેમજ શેર લેવડ-દેવડ કર (એસટીટી) 78000 કરોડ રૂપિયાનું લક્ષ્ય રખાયું છે.
આ ઉપરાંત બહેતર કર સંગ્રહ માટે ક્ષેત્રીય વિશ્ર્લેષણ કરનું સૂચન કરાયું છે. સીએપીએ કરને લઈને અધિકારીઓને જાગૃતિ વધારવાનો નિર્દેશ કર્યો છે અને આઈટી રિટર્ન દાખલ કરવા માટે લોકોને શિક્ષિત કરવાનું પણ કહ્યું છે.