Mumbai,તા.15
યામી ગૌતમની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘નઈ નવેલી’માં જેક્લિન ફર્નાન્ડિઝ પણ કેમિયો કરી રહી છે. જેક્લિને તાજેતરમાં જ આ કેમિયો માટે પોતાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. યામી અને જેક્લિનનું આ બીજું કોલબરેશન છે. અગાઉ તેમણે ૨૦૨૧ની ફિલ્મ ‘ભૂતપોલીસ’માં સ્ક્રીન શેર કરી હતી. ‘નઈ નવેલી’ ફિલ્મ આનંદ એલ રાય બનાવી રહ્યા છે. જોકે, તેનું દિગ્દર્શન બાલાજી મોહન કરી રહ્યા છે. આ ફિલ્મ એક હોરર કોમેડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે જેક્લિન હાલ સુકેશ ચન્દ્રશેખર કેસને કારણે મુશ્કેલીમાં છે. તેણે આ ઠગાઈ કેસમાં પોતે સાક્ષી બનવા માગે છે તેવી અરજી કરી છે.

