ભાણવડ પંથકનો દારૂનો ધંધાર્થી ધાના એલસીબીએ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલયો
Jamkandorana
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહનો સપાટો બોલાવી જામકંડોરણા પોલીસ મથકના ચોપડે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ભાણવડનો ધાના આલા કોડીયાતર નામના બુટલેગરની પાસા હેઠલ અટકાયત કરી વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે ધકેલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોના જાનમાલની સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરવા રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવએ આપેલી સુચનાને પગલે રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ દ્વારા અસામાજિક તત્વો સામે કડક હાથે કામગીરીના પગલા લેવા આપેલા માર્ગદર્શન મુજબ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર અને મારામારી તેમજ ગેરકાયદેખનન જેવી પ્રવૃત્તિ અને વારંવાર ગુનાખોરીની ટેવ ધરાવતા શકશો સામે પાછા તરે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પગલે જામકંડોણા પોલીસ મથકના , વિરપુર ભાણવડ મેઘપર પડાણા બગવદર મરીન અને જામનગર બી ડિવિઝન પોલીસ મથક ચોપડે વિદેશી દારૂના ગુનામાં ચડી ચૂકેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપુર ગામનો ધાના હાલા કોડીયાતર સામે કરેલી પાસાની પ્રપોઝલની જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવતા જે વોરંટની એલસીબીના પીઆઇ વીવી વડોદરા અને પીએસઆઇ એચસી ગોહિલ દ્વારા પાસાની વોરન્ટની બજવણી કરી રાણપુર ખાતેથી ધાના આલા કોડીયાતરની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા , પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ , એ.એસ.આઇ. બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. અરવિંદસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, કૌશિકભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા, ડ્રા.પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, અબ્દુલભાઇ શૈખ દ્રારા કરવામા આવી છે.