કાર ,107 બોટલ દારૂ અને પાંચ મોબાઇલ મળી 4.22 લાખનો મુદ્દામાલ કબજે
Jamkandorana,તા.21
જામકંડોરણા તાલુકાના બોરીયા જીઆઇડીસી વિસ્તારમાં સ્થાનિક પોલીસે કારમાંથી રૂપિયા 47,700 ની કિંમત અને 107 બોટલ વિદેશી દારૂ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી દારૂ કાર અને મોબાઈલ મળી 4.22 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જિલ્લા પોલીસવડા હિમકરસિંહએ આપેલી સુચના ને પગલે જામકંડોરણા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જીજે 6 પી બી 92 70 નંબરની કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની આર ડી જાડેજા ને મળેલી વાત વિના આધારે સ્ટાફે બોરીયા જીઆઇડીસી વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી.ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે ઉપરોક્ત નંબરની કારને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 47 700 ની કિંમતની 107 બોટલ વિદેશી દારૂ સાથે હેમાંગ મનીષ કવિ, રાજેશ હમીર ચાવડા, નિતેશ હસમુખ મકવાણા, સુરેશ કિશોર શેખવા અને બ્રિજેશ જાદવ ચોવટીયાની ધરપકડ કરી દારૂ ,કાર અને પાંચ મોબાઇલ મળી 4.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે