Jamnagar,તા. 25
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ શાપર ગામ ના પાટિયા પાસે ગત રાત્રે બે કાર બેકાબૂ બનતાં અકસ્માત થયો હતો.જેમાં અમુક લોકો ને ઈજા થતાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
અકસ્માત નાં આ બનાવ ની ઘટનામાં જી જે ૧૦ સી એન ૯૨૯૧ નંબર ની બ્રેઝા કાર પલટ્ટી ખાઈ ફૂટબોલ ના દડા ની જેમ ઘૂમરાતી રોડ પર થી સાઇડ માં ફંગોળાઈ ગઈ હતી.
જ્યારે જી જે ૧૦ ડી એન ૯૯૯૮ નંબર ની ક્રેટા કાર ફંગોળાઈ ને ડીવાઈડર માં અઘ્ધ વચ્ચે અટવાઈ ને પડીકું વળી ગઈ હતી. આ બંને ગાડી માં સવાર ચાલકો ને સારવાર માંટે હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યા છે, જ્યારે બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ સાથે દોડી ગયો હતો, અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.