Jamnagar,તા ૮
જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દિવાળીના તહેવારો બાદ ફરી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જામનગર જિલ્લાના પોલીસવલ બેડામાં ફરજ બજાવતા એકીસાથે ૫૦ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક ફેરબદલીના ઓર્ડર કાઢ્યા છે.
જામનગર ની એસ.ઓ.જી. શાખા ઉપરાંત શહેરના સિટી એ. ડિવિઝન, બી. ડિવિઝન તથા સી. ડિવિઝન ઉપરાંત પંચકોશી એ. અને બી. ડિવિઝન, સિક્કા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાર્ટર, જોડિયા, જામજોધપુર અને કાલાવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ ૫૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલની આંતરિક ફેરબદલીયા કરવામાં આવી છે.
ગઈકાલે મોડી સાંજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુ:ખ ડેલુ દ્વારા બદલીઓના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા.