Jamnagar તા.21
જામજોધપુર તાલુકાના ગામમાં રહેતા દિગ્વિજય સિંહ અનુભા જાડેજા સામે 2018 ની સાલમાં ચેક રિટર્ન અંગે ના કેસમાં રાજકોટની કોર્ટ દ્વારા સજા નો હુકમ થયો હતો, અને એ આરોપી લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો હતો.
જેની તપાસ કરવામાં આવતા પોતે એકલવાયું જીવન જીવતો હોવાનું અને સંન્યાસી સાધુ બની ગયો હોવાનું ધ્યાનમાં આવતાં વરવાળા ગામના ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરમાં સંત પૂજારી બનીને મંદિરમાં સેવા પૂજા કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેની અટકાયત કરી લેવામાં આવી છે અને રાજકોટ થી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.