Jamnagar,તા ૧૬,
જામનગરમાં ખંભાળિયા નાકા બહાર જોઇશરના ડેલામાં રહેતા જીત જોઈશર નામના વ્યક્તિ ના મકાનમાં કેટલાક વેપારી- શ્રીમંત નબીરા સહિતના લોકો એકત્ર થઈને દારૂની મહેફીલ માણી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.
આ દરોડા દરમિયાન લોકોને જાણકારી મળી જતા જોઈશરના ડેલા ની બહાર મોટી સંખ્યામાં લોકોનો ટોળું એકત્ર થઈ ગયું હતું.જે દરોડા દરમિયાન પોલીસ કેસ નહીં કરવા માટેના પણ કેટલાક લોકોએ ધમપછાડા કર્યા હતા, પરંતુ પોલીસ ટસનીમશ થઈ ન હતી, અને તમામ આઠેય નશાબાજોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી દારૂની સામગ્રી કબજે કરી લીધી હતી.
પોલીસે બનાવવાના સ્થળેથી ધવલ રાજેશભાઈ ફલીયા સહિત ૮ નશાબાજો ની અટકાયત કરી લીધી છે, અને તમામ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.