Jamnagar,તા ૧૧,
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં પરપ્રાંતિય શ્રમિક તરુણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લેતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના વતની અને હાલ જામનગર ના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જય અલખધણી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર લોખંડની આડશમાં ગમછો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
જે બનાવ અંગે તેજ કારખાનામાં કામ કરતા હેમરાજભાઈ તુલસીભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ બનાવના દોડી ગયો હતો, અને પરપ્રાંતિ શ્રમિક ના મૃતદેહ નો કબજો સંભાળી, તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.