તાલુકા પોલીસ મથકની ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ગુનો ઉકેલી 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.07
શહેરના જામનગર રોડ પથિકાશ્રમ સામે ચોરાઉ ઍક્સેસ મોટરસાયકલ સાથે સાથે જામનગરના દિગ્જામ સર્કલ પાસે રહેતો રીટા તસ્કરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ રૂપિયા 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુ વિગત મુજબ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા ને અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચના ને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયા, એમ.એલ ડામોર અને સીએચ જાદવ ના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.ત્યારે જામનગર દિગ્જામ સર્કલ પાસે રહેતો રાહુલ રૂપે રાજ હરદાન સોનરાજ નામનો શખ્સ gj 3 એમકયું 7778 નંબરના ઍક્સેસ મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં જામનગર રોડ પથિકાશ્રમ સામે શંકાસ્પદ હોવાની હેડ કોન્સ્ટેબલ જયરાજભાઇ કોટીલા પ્રદિપસિંહ જાડેજા અને રાજેશભાઈ ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ વી ડી ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો દરોડો દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતા રાજેશ ઉર્ફે રાજ સોનરાજ ની અટકાયત કરી તેની પાસે રહેલા ઍક્સેસ ના નંબર પોકેટ એપમાં સર્ચ કરતા બાઇક ચોરાઉ હોવાનું ખૂલતા પોલીસે અટકાયત કરી આખરી પૂછપરછ કરતા તેણે તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે એક્સેસ મોટરસાયકલ મળી રૂપિયા 40000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.