Mumbai,તા.02
જાહ્નવી કપૂરને ‘ચાલબાઝ’ ફિલ્મની રીમેકમાં શ્રીદેવીની મુખ્ય ભૂમિકા ઓફર થઈ હોવાનું કહેવાય છે. અગાઉ આ ફિલ્મ શ્રદ્ધા કપૂરને લઇને બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ તે પછી આ ફિલ્મનું હજી સુધી શૂટિંગ શરૂ થયું નથી. હવે એક દાવા અનુસાર જાહ્નવી કપૂરને આ રોલ ઓફર કરાયો છે. જોકે, બોલીવૂડ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ વાત જાહ્નવીની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘પરમ સુંદરી’ના પ્રચાર માટે ઉડાડવામાં આવી હોય તે પણ શક્ય છે. ફિલ્મની તથા કલાકારોની પીઆર ટીમ ફિલ્મ રીલિઝ વખતે કલાકારો સંબંધિત જાતભાતની અફવાઓ ચલાવતી હોય છે જેથી સંબંધિત કલાકાર વિશે વધારેને વધારે ચર્ચા થાય. જાહ્નવી એક એકટ્રેસ તરીકે અતિશય નબળી છે અને તેથી ચાલબાઝ જેવી ફિલ્મ ની ડબલ રોલની મહત્વની જવાબદારી તે ઉઠાવી શકે કે તે અંગે શંકા સેવાય છે. ‘પરમ સુંદરી’ ફિલ્મમાં પણ મોટાભાગના રિવ્યૂ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રાની સરખામણીએ જાહ્નવી બહુ ઉણી ઉતરી છે.