જસદણ શહેરના આટકોટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલના તબીબ પીએનડીટી એકટના કાયદા હેઠળ ડોક્ટર ડી કે રામાણીને અલગ અલગ તકસીરવાન ઠેરવી અને દંડ ફટકારી છ માસની સજા નો હુકમ જસદણની અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જસદણ શહેર અને તાલુકાના આવેલા સોનોગ્રાફી ધરાવતા ક્લિનિકોમાં કાયદા મુજબની કાર્યવાહી થતુ ન હોવાની મળેલી ફરિયાદના અનુસંધાને જસદણ તાલુકા હેલ્થ ઓફિસર સંજીવભાઈ સચ્ચિદાનંદ શ્રીવાસ્તવ દ્વારા જસદણના આટકોટ રોડ પર આવેલી ગાયત્રી મંદિર સામે રામાણી સર્જીકલ હોસ્પિટલમાં ચેકિંગ કરતા સોનોગ્રાફીનું રજીસ્ટર તેમજ ફોર્મમાં અધૂરી વિગત ભરી અને કાયદાની ક્ષતી હોવાથી ડોક્ટર સંજીવભાઈ શ્રીવાસ્તવ દ્વારા જસદણ પોલીસ મથકમા રામાણી સર્જીકલ હોસ્પિટલ ના ડોક્ટર ડી કે રામાણી સામે પીએનડીટી કાયદાનો ભંગ થતો હોવાથી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ડોક્ટર ડી કે રામાણી સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોધી હતી અને તપાસ પૂર્ણ થતા જસદણની એડી મેજિસ્ટ્રેટમાં ચાર્જસીટ રજૂ કરી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા ફરિયાદી, પંચ , સાહેદો અને દસ્તાવેજી પુરાવામાં સોગંદનામાં ,પંચનામા , સોનોગ્રાફીના રજીસ્ટર સહિત તપાસમાં આવેલ તેમજ સરકારી વકીલ ડીએચ રાવલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે એન દવે અલગ અલગ કલમો હેઠળ ડોક્ટર ડી.કે રામાણીને તકસીરવાન ફેરવી છ માસની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે
Trending
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- કામનામાં રચ્યા-પચ્યા લોકોને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી
- ધર્મનું થોડું ઘણું આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Ahmedabad માં બહુમાળી ઈમારતમાં આગ
- Kolkata Knight Riders આઠ વર્ષ બાદ દિલ્હીને હોમ પીચમા હરાવી
- આજે Chennai Super Kings and Punjab Kings વચ્ચે ટક્કર
- 14 વર્ષની વયે 101 રનની ઇનિંગ્સ રમનાર પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ વિજેતા બન્યો Vaibhav Suryavanshi