Jasdan,તા.11
જસદણના કોઠી ગામે કાકાના ઝગડામાં વચ્ચે પડેલા ભત્રીજાને છ શખ્સોએ ધોકા-પાઇપ વડે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં ત્રણ લોકોને ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે જસદણ પોલીસમાં છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બનાવની વિગત એવી છે કે, જસદણના કોઠી ગામે રહેતા 25 વર્ષીય યુવાન હસમુખભાઈ હરેશભાઈ પરમારે જસદણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠી ગામના અમિત રાણાભાઇ પરમાર, જયપાલ જયંતીભાઈ પરમાર, આશિષ જયંતીભાઈ પરમાર, દિપક જીવાભાઈ પરમાર, વિપુલ ભલાભાઈ સોલંકી, જયંતિ મંગાભાઇ પરમારનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૦૯/૦૭/૨૦૨૫ ના રાત્રીના સાડા દશ વાગ્યે હું મારા ઘરે હતો. તે વખતે અમારી શેરીમાં કોઈ ઝઘડો કરતું હોય દેકારો થતાં હું શેરીમાં ગયેલ હતો. જ્યા મારા સગા કાકા મનોજ ઉર્ફે મહેશ છનાભાઇ પરમારને અમારા સમાજના અમિત રાણાભાઈ પરમાર મારતા હતા. જેથી હું તથા મારો કૌટુંબિક ભાઈ હીરાભાઈ ચકાભાઈ પરમાર વચ્ચે પડ્યા હતા. તે વખતે જયપાલ જયંતી પરમાર લોખંડનો પાઇપ લઈને આવેલ અને મને મારવા લાગેલ હતો..ઝઘડામાં મને તથા મનોજ ઉર્ફે મહેશ છનાભાઈ પરમારને માથામાં ઈજા થયેલ, હીરા ચકાભાઈ પરમારને પણ માથામાં ઇજા થયેલ હતી. જેથી સાહિલભાઈ રમેશભાઈ પરમાર ખાનગી વાહનમાં અમને જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયેલ હતા. જ્યા માથામાં ઇજા હોવાથી કે ડી પરવાડીયા હોસ્પિટલ ખાતે અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
મામલામાં જસદણ પોલીસે છ હુમલાખોર વિરુદ્ધ બીએનએસની કલમ 118(2), 118(1), 352, 351(3), 54 સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.