Tehran તા.7
અમેરિકાએ ઈઝરાયેલના આક્રમણનો મુકાબલો કરી રહેલા ઈરાન પણ આકરો જવાબ આપી રહ્યું છે અને ઈઝરાયેલના જેરૂ સલામમાં ઈરાને દાગેલા મિસાઈલના જબરા વિસ્ફોટ સાંભળવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ ઈરાને દુબઈ તથા સાઉદી અરેબીયામાં પણ તેના આક્રમણને તેજ બનાવ્યુ છે.
દુબઈમાં બે વિસ્ફોટ સંભળાયા છે. તહેરાન પાસે પણ મિસાઈલ હુમલો થયો છે. ખાસ કરીને દુબઈના વિમાની મથક પાસે જ એક મિસાઈલ હુમલો થયો છે અને ઈરાન દુબઈ તથા યુએઈના ઈન્ફ્રાસ્ટ્રકચર પુલોને ભારે નિશાન બનાવ્યુ છે.
સાઉદી અરેબીયાના શાયબા તેલ રિફાઈનરી પણ નિશાન બન્યા છે. સાઉદી અરેબીયાએ દાવો કર્યો છે કે તેણે અનેક ઈરાની ડ્રોનને તોડી પાડયા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકન વિમાની વાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન પર પણ ડ્રોન હુમલો કર્યો હોવાનું અને આ યુદ્ધ જહાજને ભારે નુકશાન કર્યુ હોવાનું ઈરાને જણાવ્યું છે તો ઉતરી ઈઝરાયેલ પણ તેના ટાર્ગેટમાં આવ્યુ છે.

