રોકડ અને મોબાઈલ મળી, રૂ. ૮૪ હજારનો મુદ્દામાલ કબ્જે: ૯ મહિલા સહિત ૧૭ પત્તા પ્રેમી ઝડપાયા
Jetpur,તા.01
રાજકોટ જિલ્લામા ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં જેતપુર શહેરમાં, પડધરીના ખોખરી ગામે અને જામકંડોણાના રાયડી ગામે જિલ્લા પોલીસે જુગાર રમતી ૯ મહિલા સહિત ૧૬ પત્તા પ્રેમીની ધરપકડ કરી છે . રોકડ અને છ મોબાઈલ મળી રૂ. ૮૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂ- જુગાર સહિતની બદી નાબૂદ કરવાની જિલ્લા અધિક્ષક હીમકરસિંહે આપેલી સૂચનાના પગલે જિલ્લાપોલીસ તંત્ર સક્રિય બન્યું છે.ત્યારે જેતપુર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પટેલચોકમાં રહેતા પ્રવિણાબેન બાબુભાઈ ચાવડા નામની મહિલા તેના ઘરમાં જુગાર ધામ ચલાવી રહી છે. પોલીસ તુરંતજ માલિકના મકાનમાં જુગારનો દરોડા પાડી જુગાર રમતા પ્રવિણાબેન સહિત ભાનુબેન રાજુભાઈ સોલંકી, શોભનાબેન પરેશભાઈ ચૌહાણ, સોનલબેન સાગર પંડ્યા, પ્રવિણાબેન જયેશભાઈ દોશી, મંગુબેન બચુભાઈ ચનિયારા, ભાવનાબેન મહેશભાઈ રંગપરી, ચંદાબેન નિર્મલભાઇ રાય અને નીતાબેન ચંદ્રેશભાઇ રૂપારેલીયા નામની મહિલાઓને , રોકડ અને છ મોબાઈલ મળી રૂ.૬૧ હજારની રોકડ સાથે જેતપુર સીટી પોલીસની ટીમે ઝડપી લીધી છે. જ્યારે પડધરી પોલીસની ટીમે ઘનશ્યામ ગઢ ખોખરિગમે પેલા મેલડી માં ના મંદિર પાસે જાહેરમાં જુઠ્ઠું રમતા નરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા , નરેન્દ્રસિંહ કનુભા જાડેજા અને ટીનસુભા બટુકસિંહ જાડેજા નામના શખ્સોને, રૂ. ૨૦.૮૦૦ની રોકડ સાથે પડધરી પોલીસે ઝડપી લીધા છે. જ્યારે જુગારનો ત્રીજો દરોડો જામકંડરણા પોલીસે રાયડી ગામે પાડી જુગાર રમતા, કલ્પેશ ધીરુભાઈ વાઢીયા, રવિ દિલીપભાઈ દેદાણીયા અને પ્રવીણ ટપુભાઈ દુધાત્રા નામના પતા પ્રેમીઓને રૂ. ૨.૩૧૯ની રોકડ સાથે ઝડપી લીધા છે.