Junagadh,તા.30
જુનાગઢ રહેતા અને પેટ્રોલ પંપ ધરાવતા શખ્સના મેનેજરે ઓછા રીડીંગ દર્શાવી રૂા.30,47,537ની ઉચાપત કર્યાની મેનેજર સામે બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જોષીપરા સરદાર પટેલ સોસાયટીમાં રહેતા અને ક્રાઈમ બ્રાંચની સામે રેલ્વે સ્ટેશન રોડ પર પેટ્રોલ પંપ ધરાવતા ફરીયાદી વીરમભાઈ સરમણભાઈ નંદાણીયા (ઉ.66) એ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી રીઝવાન ઓસમાણ કુરેશી રે. સંઘાડીયા બજાર વાળો પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય માલીકનો વિશ્વાસ કેળવી હોદાનો ગેર ઉપયોગ કરી તા.16-12-22થી 15-8-2024 દરમ્યાન અલગ અલગ દિવસે પેટ્રોલ ડીઝલના રીડીંગ ઓછા દર્શાવી વહેંચાણમાં તફાવત ઉભો કરી રોજમેળમાં નાખવાના કોટા હીસાબો બતાવી રૂા.35,52,037ની ઉચાપત કરી હતી .
જેની તપાસ કરતા મેનેજર રીઝવાન પકડાઈ જવા પામ્યો હતો જેથી તેમણે રૂા.5,04,500 ચુકવી દીધા બાકી નીકળતા રૂા.30,47,537ની રકમ આજ દિન સુધી નહીં આપી આ રકમની ઉચાપત કરી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા બી ડીવીઝન પીએસઆઈ એચ.ડી.પરમારે તપાસ હાથ ધરી છે.