Junagadh તા.૨૭
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૯ નવેમ્બર,૨૦૨૪ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનગઢ જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય GN ALTECH PRIVET LTD. કંપની, મેટોડા રાજકોટ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ક્વાલીટી ઇન્સપેક્ટર સી.એન.સી., વિ.એમ.સી. કે એચ.એમ.સી. ઓપરેટર ની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા, ધો.૧૦, ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ., ડિપ્લોમા તેમજ સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન જૂનાગઢ ખાતે તા.૨૯મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે ઉપસ્થિત રહેવું. ભારતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.