Junagadh , તા. 27
પટેલ કેળવણી મંડળની ત્રિવિધ સંસ્થાના એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ, કનેરીયા હાઇસ્કુલ અને અપર પ્રાઇમરી સ્કુલનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ઘુંઘર’ તાજેતરમાં યોજાયેલ હતો બે તબકકમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રથમ તબકકામાં ઇનામ વિતરણ કાર્યક્રમ અને વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. રાત્રે વૈવિધ્યપૂર્ણ કલા પ્રદર્શિત કરતી ર0 કૃતિઓએ ઉપસ્થિત વિશાળ માનવ મેદનીનું દિલ જીતી લીધુ હતું અને વિદ્યાર્થીઓએ પોતાની આંતરિક કલાઓની અતિ સુંદર અભિવ્યકિત કરી હતી વાલી સંમેલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ જમવાની ઉતમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
આ તકે પટેલ કેળવણી મંડળના પ્રમુખ સી.એ. સવજીભાઇ મેનપરાએ દીકરીઓના સંસ્કાર ઘડતર અને શિક્ષણમાં આ સંસ્થાનો ખુબ જ મહત્વનો રોલ છે તેમ જણાવી ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સ્કુલ શરૂ કરીને શિક્ષણ જગતમાં એક પણ પીંછુ ઉમેરવાની પણ જાહેરાત કરી હતી.
પટેલ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઇ ફળદુ, સંજયભાઇ કોરડીયા ધારાસભ્ય જુનાગઢ તથા અરવિંદભાઇ લાડાણી ધારાસભ્ય માણાવદર તેમજ અરવિંદ લાડાણી કેશોદ તેમજ જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી રતિભાઇ મારડિયા, મંત્રી ખજાનચી શિરીષભાઇ સાપરીયા, મંત્રી કિશોરભાઇ મેંદપરા કોલેજ ઇન્ચાર્જ રતિભાઇ ભુવા હાઇસ્કુલ ઇન્ચાર્જ ધીરૂભાઇ સાદરીયા, કેમ્પસ ડાયરેકટર દિનેશ ડઢાણીયા તથા ટ્રસ્ટીઓ વિવિધ ઇન્ચાર્જ અને કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજ પ્રિન્સીપાલ ડો. દિનેશભાઇ ડઢાણીયા એ પણ સંસ્થાની દીકરીઓના સર્વાગી વિકાસ માટે હરહંમેશ અમે પ્રયત્નશીલ રહ્યા છી અને રહીશુ એમ જણાવ્યું હતું સાથે સાથે ત્યાગનું મહત્વ સમજાવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ડો. બી.બી.વસાવા, પ્રા. પ્રીતિ ગૌર તથા રાજેશ જેઠવાએ કર્યુ હતું. આ તકે આભારવિધિ ડો. પી.બી.કાંજિયાએ કરેલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમના કોર્ડીનેટર જવાબદારી ડો. રેખાબેન ગુજરીયા અને ડો. રીટાબેન રાણીંગાએ સંભાળેલી હતી. કનેરીયા હાઇસ્કુલના આચાર્ય સંગીતાબેન મોદી અને અપર પ્રાઇમરીના આચાર્ય હસમુખબેન મારવાણીયા અને ત્રણેય સંસ્થાઓના સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર પોતાની જવાબદારી નિભાવી હતી.