Junagadh,તા.18
જુનાગઢ રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા શખ્સની અતુલ રીક્ષા કોઈ શખ્સ ચોરી કરી લઈ ગયાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દુબડી પ્લોટ ગૌશાળાના ડેલા સામે રહેતા ફરીયાદી વિનોદભાઈ ચંપકલાલ જયસ્વાલ (ઉ.55)એ બી ડીવીઝનમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.13-11-2025ની સવારના 10-30થી 10-45 દરમ્યાન પોતાની અતુલ જેમીની રીક્ષા નં. જીજે 23 ઝેડ 2981 વાળી રૂા.50 હજારની મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસ સામે લખમણ ગેસ જુનાગઢ ખાતેથી કોઈ અજાણ્યો ઈશમ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ ગઈકાલે નોંધાવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

