સોયાબીનની ૪૭૬૦ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૯૭૯ રૂપિયા અને નીચો ભાવ ૭૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૮૧૦ નોંધાયો છે
Junagadh, તા.૨૩
ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોયાબીનના ખૂબ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઓપન માર્કેટમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સોયાબીનની સારી એવી આવક નોંધાઈ રહી છે. આ વર્ષે ખેડૂતોએ સોયાબીનનું વાવેતર કર્યું છે, ત્યારે નવા સોયાબીનની પણ આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે સોયાબીનની સારી આવકની સાથે ખેડૂતોને સારો ભાવ મળવાથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની સાથે સાથે અન્ય ૧૩ જણસીની પણ આવક નોંધાઈ હતી. આજે સૌથી વધુ સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનની ૪૭૬૦ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૯૭૯ રૂપિયા અને નીચો ભાવ ૭૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૮૧૦ નોંધાયો છે. લોકવન ઘઉંની ૩૭૮ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૬૨૭ રૂપિયા અને નીચો ભાવ ૫૦૦ રૂપિયા, જ્યારે સામાન્ય ભાવ ૬૦૦ રૂપિયા નોંધાયો છે. ચણાની ૧૨૬ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૧૨૫૦ રૂપિયા અને નીચો ભાવ ૧૦૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧૨૦૦ રૂપિયા નોંધાયો છે. અડદની ૨૫૫ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૧૬૪૪ રૂપિયા અને નીચો ભાવ ૧૩૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧૫૦૦ રૂપિયા નોંધાયો છે. તુવેરની ૧૨૫ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૨૧૩૩ રૂપિયા અને નીચો ભાવ ૧૮૫૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૨૦૦૦ રૂપિયા નોંધાયો છે. મગફળીની ૫૬૦ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૧૧૦૫ રૂપિયા અને નીચો ભાવ ૮૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૯૫૦ રૂપિયા નોંધાયો છે.
તલની ૫૬૭ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૨૫૭૧ રૂપિયા અને નીચો ભાવ ૧૯૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૨૨૦૦ રૂપિયા નોંધાયો છે. જીરુંની ૩૭ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૪૫૯૫ રૂપિયા અને નીચો ભાવ ૪,૦૦૦ રૂપિયા અને એક મણનો સામાન્ય ભાવ ૪૪૦૦ નોંધાયો છે.