Kolkata તા.27
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025માં શાનદાર શરૂઆત કરી છે. તેની પહેલી જ મેચમાં RCB એ કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 59 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી.
આ મેચ બાદ આરસીબીના ડ્રેસિંગ રૂમમાં કંઈક એવું બન્યું જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ આરસીબીના ખેલાડીઓએ તેનો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં, RCB ખેલાડી સ્વસ્તિક ચિકારાએ ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલીની બેગ ખોલી, તેનું પરફ્યુમ કાઢ્યું અને પૂછ્યા વગર લગાવ્યું. RCB ના બાકીના ખેલાડીઓ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, જેનો ખુલાસો યશ દયાલ અને કેપ્ટન રજત પાટીદારે કર્યો છે.
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં RCB ના ફાસ્ટ બોલર યશ દયાલ અને કેપ્ટન રજત પાટીદાર જણાવી રહ્યા છે કે, કેવી રીતે KKR સાથે રમાયેલી મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં આવ્યા બાદ સ્વસ્તિક ચિકારા સિનિયર ટીમના ખેલાડી વિરાટ કોહલીને જાણ કર્યા વગર તેની બેગમાં ઘૂસી ગયો અને તેનું પરફ્યુમ લગાવ્યું. જ્યારે વિરાટ પણ ત્યાં જ બેઠો હતો.
યશ દયાલે કહ્યું, કોલકત્તામાં અમારી છેલ્લી મેચ પછી, અમે ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા. તેણે જઈને વિરાટ કોહલીની બેગમાંથી પરફ્યુમની બોટલ કાઢી અને પૂછ્યા વગર તેનો ઉપયોગ કર્યો. બધા હસવા લાગ્યા. કેપ્ટન રજત પાટીદારે કહ્યું, વિરાટ ભાઈ ત્યાં હતા. હું વિચારી રહ્યો હતો કે આ વ્યક્તિ શું કરી રહ્યા છે.
સ્વસ્તિક ચિકારાએ પછી કહ્યું તે અમારા મોટા ભાઈ છે, તે નથી? તેથી હું તેની ખાતરી કરવા માટે તપાસ કરી રહ્યો હતો કે તેમણે કંઈપણ ખરાબ ચીજનો ઉપયોગ ન કર્યોં હોય. તેથી મેં તેનો ઉપયોગ કર્યો. તેમણે મને પૂછ્યું કે તે કેવું છે. મેં કહ્યું કે તે સારું છે. હું તમને જણાવવા માટે જ તપાસ કરી રહ્યો હતો.