Mumbai,તા.22
જૂનિયર એનટીઆર હાલમાં હૈદરબાદમાં એક શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. તે એક વિજ્ઞાાપન માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઇજા થઇ હતી. જોકે ઇજા ગંભીર ન હોવાનું જણાવામાં આવ્યું છે, પરંતુ અભિનેતાએ થોડો વખત આરામ કરવાની સલાહ આપવમાં આવી છે.
જૂનિયરએનટીઆરની ઇજા વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેની ટીમે એક નિવેદનમાં જણાવ્યું છે. એનટીઆરને એક વિજ્ઞાાપન દરમિયાન માર લાગ્યો હતો. જોકે એ મારી ગંભીર ન હોવાથી તેમના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સારવાર દરમિયાન તબીબઓએ તેને થોડા અઠવાડિયાઓ સુધી આરામ કરવાની સલાહ આપી છે. અમારી વિનંતી છે કે, મીડિયા અને જનતાએ તેના સ્વાસ્થ્ય વિશે કોઇ ખોટી અટકળો કરવી નહીં. જૂનિયરએનટીઆરને મેડિકલ કિલયરન્સ મળશે પછી જ તે કામ પર પાછો આવી શકશે. અભિનેતાના શુભ ચિંતકો અને ફિલ્મ જગતના લોકો તે જલદી સારો થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.