પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલવા ટ્રક દીઠ રૂપિયા 50ની માગણી કરી હતી
Kandla,તા.19
કંડલા સાગર સેના હનુમાન મંદિર સામે રોડ ઉપર કસ્ટમ ક્લીરીયન્સ કરાવી પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલની કામગીરી થતી હોઇ અને ઓપરેશન ઇન્ચાર્જ પાસેથી કસ્ટમ વિભાગ કંડલાના હેડ હવાલદાર માલ રકમ રૂ.૯૮૫૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા ટ્રસ્ટ અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મુજબ કંપની દ્વારા કંડલા પોર્ટમાં આવતો જતો માલ સામાનને કસ્ટમ ક્લીરીયન્સ કરાવી પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલની કામગીરી થતી હોઇ અને ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ તરીકે આ કામગીરી સંભાળતા હોઇ કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, (હેડ હવલદાર કસ્ટમ વર્ગ-૩)એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે છેલ્લા બે મહિનામાં કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપ પેટે રૂ.૯૮૫૦/ ની લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જેમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપીયા-૯૮૫૦/-ની લાંચની માંગણી કરી સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ સ્વીકારી પકડાઇ ગયેલા હતા.એ.સી.બી.,બોર્ડર એકમ ભુજ સુપર વિઝન અધિકાર ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રેપ કરનાર અધિકારી એલ.એસ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ કચ્છ(પુર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમે કામગીરી બજાવી હતી.