Kashmir, તા.31
કાશ્મીરની ખીણમાં શીત લહેરનો પ્રકોપ યથાવત છે. ઉતરી કાશ્મીરમાં ‘સ્કીઈંગ’ની ગતિવિધિ માટે પ્રસિધ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાંય ન્યુનતમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. જે છેલ્લા એક દાયકામાં ડિસેમ્બરમાં સૌથી ઓછું છે.
હવામાન વિભાગના અનુસાર પહલગામમાં ન્યુનતમ તાપમાન શૂન્યથી 9.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે ગત રાત્રે શુન્યથી 8.5 ડિગ્રીથી નીચે હતું. કાજીગુંડમાં ન્યુનતમ તાપમાન શુન્યથી 2.8 ડિગ્રી નીચે નોંધાયું હતું.
આ પહેલા ગુલમર્ગમાં 11 ડિસેમ્બર 2014માં ન્યુનતમ તાપમાન માઈનસ 21 ડિગ્રી નોંધાયું હતું.
હિમાચલમાં પહાડીઓ બરફથી ઢંકાઈ
ધર્મશાળા અને એની આસપાસના વિસ્તારોમાં શીતલહેર યથાવત છે અહીં તાપમાનનો પારો ઝીરોથી 1 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. ધૌલાધારની પહાડીઓ બરફથી ઢંકાઈ ગઈ હતી.
હરિયાણા પંજાબમાં કડકડતી ઠંડી
હરિયાણા અને પંજાબમાં સોમવારે કડકડતી ઠંડી હતી. બન્ને રાજયોમાં અધિકતમ તાપમાન સામાન્યથી ઘણુ નીચે રહ્યું. બન્ને રાજયોમાં સવારે ધુમ્મસની ચાદરથી દ્દશ્યતા ઘટી ગઈ હતી.
રાજસ્થાન શીતલહેરની ઝપટમાં
રાજસ્થાનના અનેક જિલ્લા શીતલહેરની ઝપટમાં છે. સોમવારે સવારે જયપુર, જોધપુર, જેસલમેર, જુરૂ વગેરે શહેરમાં ધુમ્મસ છવાયેલું હતું.
સિકકીમ: 1 જાન્યુઆરીથી નાથુલા નહી જઈ શકાય
ભારત-ચીન સીમા પાસે સિકકીમના નાથુલામાં સુરક્ષા અધિકારીઓની ખાસ બેઠકને ધ્યાનમાં રાખીને 1 જાન્યુઆરીએ પર્યટકોને ત્યાં જવાની મંજુરી નહીં મળે.