Mumbai,તા.18
ચાલુ આઇપીએલ સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક દુઃસ્વપ્નથી ઓછું રહ્યું નથી. ટીમે અત્યાર સુધી છ મેચ રમી છે, છતાં જીત વિનાનું રહે છે. કેકેઆર આઇપીએલ ૨૦૨૬ માં તેની પહેલી જીત માટે ઉત્સુક છે. કેકેઆર આ સિઝનમાં અત્યાર સુધીમાં પાંચ મેચ હારી ચૂકી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. કેકેઆર આઇપીએલ સીઝનની પ્રથમ છ મેચમાં જીત વિનાની રહેનારી પાંચમી ટીમ બની ગઈ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલા, ડેક્કન ચાર્જર્સ (૨૦૧૨), દિલ્હી ડેરડેવિલ્સ (૨૦૧૩), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (૨૦૧૯) અને મુંબઈ ઈન્ડિયન્સ (૨૦૨૨) સાથે આવું બન્યું છે. આ સિઝનમાં, કોલકાતા પણ પહેલા છ મેચમાં એક પણ મેચ જીતી શક્યું નથી. નોંધનીય છે કે દરેક સિઝનમાં આ ટીમો સાથે આવું બન્યું છે, તેઓ આઇપીએલ પોઈન્ટ ટેબલમાં તળિયે રહ્યા છે. આ સિઝનમાં દ્ભદ્ભઇ માટે પણ આવું જ હોઈ શકે છે, કારણ કે તેઓ હાલમાં પોઈન્ટ ટેબલમાં તળિયે છે.
આ સિઝનમાં કેકેઆરના પ્રદર્શનની વાત કરીએ તો, તેમની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે હતી, જ્યાં તેઓ ૬ વિકેટથી હારી ગયા હતા. આગામી મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે દ્ભદ્ભઇને ૬૫ રનથી હરાવ્યું. પંજાબ કિંગ્સ સામેની તેમની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ કેકેઆર લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૩ વિકેટથી હારી ગયું. સીઝનની તેમની પાંચમી મેચમાં, કેકેઆર સીએસકે સામે ૩૨ રનથી હારી ગયું. ગુજરાત ટાઇટન્સે તેમને ૫ વિકેટથી હરાવ્યા.
કેકેઆર હવે તેમનો આગામી મુકાબલો ૧૯ એપ્રિલ, રવિવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. આ મુકાબલો ઇડન ગાર્ડન્સ ખાતે બપોરે ૩ઃ૩૦ વાગ્યે રમાશે. કોલકાતાની સિઝનની આઠમી મેચ ૨૬ એપ્રિલે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. ત્યારબાદ ૩ મેના રોજ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરશે. હવે જોવાનું એ છે કે દ્ભદ્ભઇ કઈ મેચમાં સિઝનની પહેલી જીત મેળવે છે.

