દુર્ઘટના બને તો જવાબદાર કોણ?, ઉપ સરપંચ સહિત સ્કૂલ નાં તમામ વાલીઓ નો હલ્લાં બોલ
Kodinar તા.૨૦
કોડીનાર તાલુકાના ઘાંટવડ માં આંગણવાડી આશરે ૪૦ વર્ષ થી તદ્દન જર્જરિત હાલતમાં હોઇ તેમજ આરોગ્ય વિભાગનું અડચણ રૂપ બિલ્ડીંગ ના કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે છેલ્લા ૪૦ વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે. બાળકોને ભયના ઓથારમાંથી મુક્ત કરાવવા માંગણી ઉઠી છે હાલ ગામમાં કન્યા શાળા ના ગ્રાઉન્ડ માં બંધ આંગણવાડી ખુબ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે કોઈ પણ ઉપયોગ ઉપયોગ વગર ની ૪ દાયકા પહેલાંની આ આંગડવાડી બંધ હાલત માં છે તેમજ આરોગ્ય વિભાગ ના જર્જરિત બિલ્ડિંગ ને કારણે પણ અડચણ જોવા મળે છે ત્યારે પ્રાથમિક કન્યા શાળા ને પણ ખુબ કનડત આવે છે હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડ ની ખુબ સુવિધા ન હોવાના કારણે ઘાંટવડ કન્યાશાળાની બાળા ઓ ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે થોડાં દિવસો પહેલા આ ટૂંકા ગ્રાઉન્ડ નાં લીધે બે બાળા ઓ પડી જતા હાથ માં ફેકચર આવ્યું અને આવી બધી ઘટના નો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ચૂકવવો પડે છે વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આ આંગણવાડીનું મકાન ની અહીંયા થી સ્થળાંતર કરે એવી ગામ લોકો અને વાલી ઓ અને આચાર્યશ્રી દ્વારા માંગ કરાઈ હતી અને એવી પણ માંગ ઉઠી છે કે જલદી થી જલદી થી આનું નિરાકરણ આવે બાળકો હાલ અત્યારે ખુબ ડર મગજ માં ઉતરી ગયો છે પણ ઉલ્લેખનીય એ છે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે છે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણક્ષમ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રસૂતા મહિલા ધાત્રી માતાઓને મમતા દિવસે જરૂરી સલાહ અને સુવિધાઓ આપવામાં આવે છે જો કે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્રો શરૂ કરવામાં આવે અને જેના નિર્માણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જે કેટલાક સ્થળોએ સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે તંત્ર વિભાગ કેમ ઉદાસીનતા સેવી રહ્યું છે જે સમજાતું નથી આવનારા સમયમાં માં જો આ દુર્ઘટના માં બાળકો ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ? એવા પણ સવાલ સામે આવી રહ્યા છે ઘાંટવડ ગામ ના ઉપ સરપંચ નટવર સિંહ ઝાલા એ જર્જરીત જૂની આંગણવાડી ની મુલાકાત લીધી હતી અને જલદી થી આનું નિવારણ લાવવા ની માગણી કરી હતી.