Mumbai,તા.22
રિલાયન્સ સમૂહના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીની અચાનક તબિયત બગડતા તેમને એચ.એન.રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જયાં તેમની સારવાર ચાલી રહી છે. તેમની તબિયતને લઈને પુરો અંબાણી પરિવાર ચિંતિત બન્યો છે અને મુંબઈ પહોંચ્યો છે, બધા કલિની એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
જયાં અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણી પણ ચિંતીત જોવા મળ્યા હતા. મુકેશ અને અનિલે માની સ્થિતિને જોઈને તબીબોની સલાહ મુજબ પગલા ઉઠાવ્યા છે. તબીબી ટીમ દ્વારા જરૂરી તપાસ પર તેમના સ્વાસ્થ્ય પર તબીબી ટીમ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.
પ્રારંભીક તપાસમાં કેટલુંક અસ્થાયી શારીરિક અસંતુલન અને હળવી નબળાઈ જોવા મળી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુકેશ અંબાણી પોતાની કારમાં હોસ્પિટલ પાસે જોવા મળ્યા હતા. પુરો પરિવાર મુંબઈ આવી માતાની સારસંભાળમાં લાગી ગયો છે.
કોકિલાબેન અંબાણીની વય 91 વર્ષની છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ હોસ્પિટલની ટીમ સતત તેમની તબીયત પર નજર રાખી રહી છે. પરિવારના સભ્યોએ હાલમાં આ બારામાં કોઈ જાણકારી નથી આપી કે નથી કોઈ સ્ટેટમેન્ટ જાહેર કર્યું. પરંતુ પરિવારના નજીકના લોકોએ જણાવ્યું છે કે તેમની સારી રીતે સારસંભાળ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે કોકિલાબેનના 1955માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન થયા છે. મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને બે પુત્રીઓ નીના કોઠારી અને દીપ્તિ સલ્ગાંવકર, કોકિલાબેન તેમના મોટા પુત્ર મુકેશ અને તેના પરિવાર સાથે મુંબઈમાં એન્ટિલિયામાં રહે છે. તેમને આ વખતે ફેબ્રુઆરીમાં પોતાના પરિવાર સાથે કુંભમેળામાં જોવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સમાં કોકિલાબેનની સૌથી મોટી ભાગીદારી પણ છે, તેમની પાસે 1,57,41,322 શેર છે જે કંપનીની કુલ ઈકિવટીના લગભગ 0.24 ટકા છે. આથી તેમની કુલ સંપતિ લગભગ 18000 કરોડ રૂપિયા છે.