Kutch, તા.23
કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જાણકારી મુજબ કચ્છ જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
જિલ્લા પ્રશાસને કહ્યું કે, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ કે અન્ય કોઈ વસ્તુને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ભૂકંપ સવારે 10.44 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.
આ મહિનામાં અત્યાર સુધીમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં બે વખત ત્રણથી વધુની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. 7 ડિસેમ્બરે જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી.
ગત મહિને 18 નવેમ્બરે કચ્છમાં ચારની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અગાઉ 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.