New Delhiતા.12
બેન્કીંગ અને ફાયનાન્સ સાથે જોડાયેલા કામો માટે હવે આપને વારંવાર કેવાયસીની ઝંઝટ સહન નહી કરવી પડે. અધિકારીઓનું કહેવું છે કે સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્ઝ રજિસ્ટ્રી (સીકેવાયસી આર આર 2.0)નું 16 અને બહેતર વર્ઝન લાવી રહી છે. તેને ડિજી લોકર સાથે જોડવામાં આવશે, જેથી આપના દસ્તાવેજનું સીધુ અને તરત સરકારી ડેટાબેઝ સાથે થઈ શકશે.
મામલા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ડિજિલોકરની સાથે તેને પૂરી સાથે જોડવું પડશે. આથી સરકારી દસ્તાવેજ ઈશ્યુ કરનારી સંસ્થાઓના માધ્યમથી સીધુ અને તરત ડોકયુમેન્ટની તપાસ અને વેરિફિકેશન થઈ શકશે.
આશા છે કે આથી ગ્રાહકો માટે સમયાંતરે થતા કેવાયસી અપડેટની પ્રક્રિયા સરળ થઈ જશે. બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય સંસ્થાનોમાં વારંવાર થતા વેરિફિકેશનમાંથી છુટકારો મળશે.
ડિજિલોકર કલાઉડ આધારિત એક સુરક્ષિત પ્લેટફોર્મ છે જયાં દસ્તાવેજ અને સર્ટીફિકેટ સ્ટોર અને વેરિફાઈ કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીકેવાયસી આર આર 2.0 અંતર્ગત સંસ્થાનો દ્વારા અપલોડ કરવામાં આવેલ દસ્તાવેજોની તપાસ સીધી એ ઓથોરિટીઝ સાથે કરવામાં આવશે, જેમણે ડોકયુમેન્ટ જાહેર કર્યા છે.
હાલ, રિપોર્ટ કરનારી સંસ્થાઓ સીકેવાયસી ડેટાબેઝમાં રજિસ્ટર મોબાઈલ નંબરથી કેવાયસી રેકોર્ડ શોધી શકે છે, જેથી ગ્રાહકોના રેકોર્ડ સુધી પહોંચવુ સરળ થઈ ગયુ છે. અપગ્રેડ થનારી આ રજિસ્ટ્રીમાં એઆઈનો ઉપયોગ કરી ફોટો મેચ કરવામાં આવશે.
જેથી બે રેકોર્ડ ન બને પાન, ડ્રાઈવીંગ લાયસન્સ અને આધાર ડેટાબેઝથી સીધુ એપીઆઈ આધારિત વેરિફિકેશન પણ થઈ શકશે. આ સિસ્ટમ સંસ્થાનોને ડુપ્લીકેટ કેવાયસી રેકોર્ડનો રિપોર્ટ કરવા, તેમને બંધ કરવા કે પરસ્પર જોડવાની સુવિધા પણ આપશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2025-26ના બજેટમાં સરકારે કેવાયસી નિયમોને સરળ બનાવવા અને સમયાંતરે તેને અપડેટ કરવા સરળ ટેકનિક લાવવાની જાહેરાત કરી છે.

