Jasdan,તા.28
જસદણ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાલિકાના નવા બિલ્ડીંગ ભવનમાં ભૂમિ શુદ્ધિકરણ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને સદસ્યો પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ નગરપાલિકા મુકામે ગણેશ ચતુર્થી તથા સવંત સ્તરીના પાવન દિવસે નગર પાલિકાના નવા ભવન ખાતે ભૂમિ શુદ્ધિકરણ તથા શાંતિ પાઠ વાસ્તુ ચંડી ના પાઠ નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ દ્વારા યોજવામાં આવેલ જેનો તમામ ખર્ચ પણ નગરપાલિકાના કર્મચારી ભાઈઓએ ઉઠાવેલ હતો આ યજ્ઞનો હેતુ ભૂમિ શુદ્ધિકરણ અને કાયમીક નવા બિલ્ડીંગમાં શાંતિ સુલેહ જળવાઈ રહે અરજદારોના કામનો તુરંત નિકાલ થાય તેમજ શહેરભરમાં સ્વચ્છતા તેમજ શાંતિ જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞમાં પાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમના ધર્મપત્ની એડવોકેટ ફોરમ બેન દ્વારા હવનન પૂજા અને નવ નિર્માણ ભવન માં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને બ્રાહ્મણો દ્વારા ખૂબ મંત્રો જાપ ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઍ નગરજનોની સુવિધામાં વધારો કરવા અધ્યતન કરોડો રૂપિયાનું બિલ્ડીંગ મંજૂર કરાવ્યું છે જેણે ખૂબ આ વિસ્તાર માં વિકાસ વેગવંતો કર્યો છે.
તો કુંવરજીભાઈ અને જસદણની તમામ જનતા ખૂબ સુખી થાય જીવનમાં ક્યારેય વિઘ્ન ન આવે એવા ધાર્મિક કાર્યક્રમમાં ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા તથા રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી તેમજ જસદણ નગર પાલિકા ના ચૂંટાયેલા સદસ્ય સંગઠનની ટીમના શહેર ના આગેવા નો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના તમામ કર્મચારી ગણ દ્વારા યજ્ઞ ઓમ પૂજન ભૂમિ શુદ્ધિકરણ અને મહાભોજન પ્રસાદનું સ્વખર્ચે આયોજન કરાયું હતુંં.