New York તા.30
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ મોટો ખુલાસો કર્યો છે.સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી બે વાર લીધી હતી.
એટલું જ નહીં, તેણે ઘટનાસ્થળનો ફોટો પણ શેર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના શક્ય નહોતો.
ઇસ્લામિક સ્ટેટ (IS), અલ-કાયદા અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર એનાલિટિકિલ સપોર્ટ એન્ડ સેક્શન મોનિટરિંગ ટીમના 36મા રિપોર્ટમાં 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાંચ આતંકવાદીઓએ પ્રવાસનસ્થળ પર હુમલો કર્યો હતો. TRFએ તે જ દિવસે આ હુમલાની જવાબદારી લીધી હતી અને સ્થળની તસવીર પણ શેર કરી હતી.
રિપોર્ટમાં એક સભ્ય દેશના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વગર આ હુમલો શક્ય નહતો અને TRF અને લશ્કર વચ્ચે સબંધ છે. એક બીજા સભ્ય દેશે કહ્યું કે આ હુમલો TRF દ્વારા કરવામાં આવ્યો હતો જે લશ્કરનું જ બીજું નામ છે.
“જોકે, અન્ય સભ્ય દેશે આ દાવાઓને ફગાવ્યો હતો અને કહ્યું કે લશ્કર-એ-તૈયબા હવે નિષ્ક્રિય છે.જોકે, પાકિસ્તાનના દબાણ હેઠળ તે નિવેદનમાં TRFનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું.