આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટામાં પીએસએલવી-સી૬૧ના લોન્ચિંગ પ્રસંગે ઈસરોના પ્રમુખ વી નારાયણને કહ્યું કે, ત્રીજા તબક્કાના સંચાલન સમયે ટેકનિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે મિશન અધુરું રહ્યું હતું. ઈસરોનું આ ૧૦૧મું મિશન હતું. સેટેલાઈટ લોન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો, પરંતુ ત્રીજો તબક્કો પૂરો થઈ શક્યો નહીં, જેના કારણે સેટેલાઈટને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી શકાયો નહીં. અમે હવે ડેટા વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું.આ મિશન હેઠળ ઈઓએ-૦૯ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-૦૯)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષામાં સ્થાપિત કરવાનો હતો. આ સેટેલાઈટનો આશય રિમોટ સેન્સિંગ ડેટા પૂરો પાડવાનો હતો. તેનાથી દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓ મજબૂત થવાની હતી. ઈઓએસ-૦૯ને વિશેષરૂપે એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓની ભાળ મેળવવા માટે ડિઝાઈન કરાયો હતો.
Trending
- Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
- બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
- સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
- Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
- ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
- એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
- Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
- Amreli : ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલા તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી LCB ટીમ

