Morbi,તા.12
બે અજાણ્યા ઈસમો સહીત સાત આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીમાં ખાખીનો ગુનેગારોને કોઈ ડર રહ્યો ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે શહેરના કંડલા બાયપાસ પાસે ટ્રક ચાલકને બીલ આપવાના બહાને બોલાવી છરી દેખાડી કારમાં બેસાડી અપહરણ કરી ટ્રક અને ટ્રકમાં ભરેલ કોપર વાયરનો ૨૪ ટન જથ્થો લૂંટ ચલાવ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
જામનગરના મૂંગણી ગામના રહેવાસી લાલજીભાઈ ધનજીભાઈ વાડોલીયા (ઉ.વ.૪૩) વાળાએ આરોપીઓ ગૌરાંગભાઈ પટેલ, ઈરફાન, અમિત વાજા, વસંત વાઘેલા અને અમિત સારલા રહે બધા મોરબી તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ એપ્રિલના રોજ રાત્રીના ટ્રકમાં કોલસો ભરી મોરબી જાંબુડિયા પાસે ડેલામાં કોલસો ખાલી કર્યો હતો બીજા દિવસે તા. ૦૮ ના રોજ સવારના શેઠ કિર્તીભાઈએ કહ્યું કે તમારે જામનગર રીટર્ન ફેરા માટે મોરબી યોગી ટ્રાન્સપોર્ટ જવાનું છે ત્યાં વિમલભાઈને મળજો અને તે કહે તે માલ ભરીને જામનગર ઉદ્યોગનગરમાં ફેઝ ૨ માં લઇ આવવાનો છે જેથી યોગી ટ્રાન્સપોર્ટ વાળા વિમલભાઈના મોબાઈલ પર વાત કરતા તેઓએ જુના આરટીઓ ઓફીસ બાજુ નેક્સસ સિનેમા પાસે પહોંચી માલ ભરવાનો છે કહ્યું હતું સવારના સાડા દશેક વાગ્યે બાયપાસ પહોંચતા ગૌરાંગભાઈ પટેલના મોબાઈલમાં ફોન કરતા તેઓએ નેક્સસ સિનેમા પાસે તેડવા આવ્યા અને ટ્રક લઈને માલ ભરવા ગયો હતો મોરબી યમુનાનગરમાં દુકાનમાં માલ હતો જ્યાં ગૌરાંગભાઈ, તેના માણસો ઈરફાન, યોગેશ સોન્ગ્રા, વસંત વાઘેલા સહિતના હાજર હતા ટ્રકમાં દુકાનમાંથી કોપરના ગોળ ફીંડલા ભરાય ગયા બાદ ગૌરાંગભાઈએ ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસે એક માણસ બીલ આપવા આવશે અને ઈરફાન તમારી સાથે કાંટો કરાવવા આવશે કહ્યું હતું
પરંતુ ઈરફાનએ તેના મિત્ર અમિત વાજાને સાથે કાંટો કરાવવા મોકલતા અમે કાંટો કરાવવા ગયા અને ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસે પહોંચી ચા પીવા ગયા હતા ત્યારે અમિત વાજા ક્યાંક જતો રહ્યો અને સ્વીફ્ટ કાર આવી જેને પાસે બોલાવતા કોપર વાયરનું બીલ આપવા આવ્યા હશે ધારીને કાર પાસે જતા પાછળની સીટમાં બેસેલ બે ઇસમોએ છરી દેખાડી ધમકી આપી એકનું નામ અમિત સારલા બોલતા હતા તે કારમાંથી નીચે ઉતરી ફોનમાં વાતચીત કરતો હતો સ્વીફ્ટ કારમાં બેસાડી આરોપીઓ શકત શનાળા બાજુ લઇ ગયા હતા અને ફરિયાદીનો મોબાઈલ પોતાની પાસે રાખી લીધો હતો શનાળાથી પરત આવતા ટ્રક જીજે ૧૦ એક્સ ૯૮૬૪ સ્થળ પર ના હતો તે દિવસે અઢી વાગ્યાથી આખી રાત સ્વીફ્ટ કારમાં બેસાડી રાખી મોરબી માળિયા હાઈવે પર લઇ ગયા અને પીપળી રોડ પર રાત્રીના સમયે લઇ ગયા જ્યાં આખી બાઈનં પીળું ટીશર્ટ પહેરેલ વ્યક્તિ જમવાનું પાર્સલ લેવા ગયો હતો અને જમવાનું લઈને ફરી માળિયા હાઈવે લઇ ગયા હતા કારમાં જમવા માટે કહ્યું હતું મોડી રાત્રીના જેતપર રોડ પર લઇ ગયા જાય આ લોકો વાતચીત કરતા હતા કે માલ ગાડીમાં ભરેલ છે તે શેઠ ગૌરાંગભાઈના કહેવાથી આપણે લૂંટ કરીને ઈરફાનના કહેવા મુજબ વેચી નાખવાનો છે જેતપર રોડ પર મોડી રાત્રીના કારમાં સુઈ ગયો અને વહેલી સવારે કારમાંથી મોબાઈલ લઈને ભાગી ગયો હતો
આમ આરોપીઓએ કાવતરું રચી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી લઇ જઈને ટ્રક કીમત રૂ ૭ લાખ અને કોપર વાયર આશરે ૨૪ ટન જેનું બીલ નહિ મળતા કીમત ખબર ના હોય તેની લૂંટ કરી નાસી ગયા હતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે