Jasdan,તા.23
જસદણ ન્યાયાલય દ્વારા બહેનો માટે કાયદાકીય-કાનૂની લીગલ સેમીનાર યોજાયો મહિલાઓને લગતા મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત કાનૂની માહિતી આપવામાં આવી લીગલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત કાનૂની માહિતી અપાય જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા .
જસદણ શહેરમાંજી.આઇ.ડી.સી.માંઆવેલ ગ્રામ સ્વરાજ મંડળ રાજકોટ સંચાલિત કેન્દ્રમાં બહેનો વિવિધ રોજગારલક્ષી કોર્સની તાલીમ લઈ રહેલા બહેનો માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
જેમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે.આર.તેમજ રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને પૂર્ણકાલીન સચિવ અધિક સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.વી.જોટાણીયા સાહેબના સહયોગ દ્વારા જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા જસદણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એ.સોયા સાહેબના માર્ગદર્શનથી જસદણ શહેર ખાતે રોજગારલક્ષી તાલીમ લેતા બહેનો માટે કાયદાકીય કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ.
આ લીગલ સેમિનારમાં જસદણ શહેરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ તથા ઉદ્યોગપતિ હરેશભાઈ ધાધલ તથા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તથા જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી તેમજ જોરુભાઈ ગોવાળિયા તથા જસદણમાં આવેલ ગ્રામ સ્વરાજ મંડળના સંચાલકો તથા કમિટી મેમ્બર્સો હાજર રહેલ.
આ લીગલ સેમિનારમાં મહિલાઓને લગતા કાયદાઓ વિશે વિસ્તૃત કાયદાકીય કાનૂની માહિતી માર્ગદર્શન આપવામા આવેલ અને બહેનોને મૂંઝવતા પ્રશ્ર્નોના સરળ ભાષામાં જવાબ જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ સમજાવેલ.