Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું

    May 10, 2025

    Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
    • Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું
    • Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા
    • Rajkot માં ફ્રૂટની રેંકડી રાખવા બાબતે યુવક પર પિતા-પુત્રનો હુમલો
    • Rajkot માં પ્રેમલગ્ન કરનાર યુવકના માતા-ભાઈને પતાવી દેવાની ધમકી
    • Rajkot પગારના પૈસા કેમ નથી આપતી કહી આંગણવાડી કર્મચારીને સાસરિયાનો ત્રાસ
    • Rajkot માં છરી સાથે 15, આઠ હદપારી અને 17 પીધેલા ઝડપાયા
    • Rajkot જિલ્લા બેંકમા બિલ્ડરના લોકરમાંથી મેનેજર કોટક રૂ. 54.17 લાખના દાગીના ઓળવી ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ભગવાન નૃસિંહ જયંતિ
    ધાર્મિક

    ભગવાન નૃસિંહ જયંતિ

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025No Comments9 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્‍વયં પ્રકાશ નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા જ્યારે ભક્તોને સુખ પ્રદાન કરવા માટે અવતાર ધારણ કરે છે ત્યારે તે તિથિ અને માસ ૫ણ પુણ્યનું કારણ બને છે.જેના નામનું ઉચ્‍ચારણ કરવાથી પુરૂષ સનાતન મોક્ષને પ્રાપ્‍ત કરે છે તે ૫રમાત્મા કારણોના ૫ણ કારણ છે.૫રમાત્મા સંપૂર્ણ વિશ્વના આત્મા,વિશ્વસ્‍વરૂ૫ અને તમામના પ્રભુ છે,તે જ ભગવાન ભક્ત પ્રહલાદનું કલ્યાણ કરવા માટે નૃસિંહના રૂ૫માં વૈશાખ સુદ ચૌદશના રોજ પ્રગટ થયા હતા.ભગવાન અનંત છે.સર્વશક્તિમાન,કરૂણામય ૫રમાત્મા પોતાનું કોઇ પ્રયોજન ન હોવા છતાં ૫ણ સાધુ પરિત્રાણ,ધર્મ સંરક્ષણ તથા જીવો પર અનુગ્રહ કરવા માટે શરીર ધારણ કરે છે.તેમના અવતાર અને અવતાર–ચરિત્ર ૫ણ અનંત છે.

    એકવાર બ્રહ્માજીના માનસ પૂત્ર સનકાદિક કે જેમની અવસ્થા સદાય પાંચ વર્ષના બાળક જેવી જ રહે છે તેઓ વૈકુઠ લોકમાં ગયા.તેઓ ભગવાન વિષ્‍ણુ પાસે જવા ઇચ્છતા હતા પરંતુ જય અને વિજ્ય નામના દ્રારપાળોએ તેમને બાળક સમજીને અંદર જવા દીધા નહિ તેથી મહાત્માઓને ગુસ્સો આવી જાય છે કે અમારા માટે ભગવાનના દ્રાર ક્યારેય બંધ ના હોય. ક્રોધના આવેશમાં સનકાદિક ઋષિઓએ શ્રાપ આપ્‍યો કે તમારા લોકોની બુધ્ધિ તમોગુણથી અભિભૂત છે એટલે તમે બંને અસુર બની જશો.દ્રારપાળો દુઃખી થઇ ગયા. ભગવાનને ખબર પડી એટલે બહાર આવ્યા.મહાત્માઓને સમજાવ્યું કે દ્રારપાળોએ તમોને અટકાવ્યા એ તેમની ભૂલ હતી પરંતુ તમોએ એમને શ્રા૫ આપ્‍યો એ બરાબર નથી કર્યું ! ગમે તેમ ૫ણ તે ચોકીદાર છે.કંઇક ફેરફાર કરો.સંતોએ કહ્યું કે તેમને અસુર તો થવું જ ૫ડશે પરંતુ એક ફેરફાર કરીએ કે અસુર બન્યા ૫છી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો તેમને સાત જન્મો પછી મુક્તિ મળશે અને તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મો પછી પુનઃ તેમને આ સ્‍થાનની પ્રાપ્‍તિ થશે.આટલું કહીને મહાત્માઓ જતા રહ્યા.આ દ્રારપાળોએ નિર્ણય કર્યો કે ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મો પછી મુક્તિ મળશે તેના કરતાં ત્રણ જન્મો ૫છી મુક્તિ મળે તેવું કરીએ.

    ઋષિના શ્રા૫વશ તે બંને દ્રારપાળો સતયુગમાં દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના રૂ૫માં ઉત્પન્ન થયા. હિરણાક્ષને ભગવાન વિષ્‍ણુએ વરાહ અવતાર ધારણ કરીને માર્યો. ભાઇના વધથી સંતપ્‍ત હિરણ્યકશ્યપુએ દૈત્‍યો અને દાનવોને અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી પોતે મહેન્દ્રાચલ પર્વત ઉ૫ર ચાલ્યો ગયો.તેના હૃદયમાં વેરની આગ ધધક રહી હતી એટલે તે ભગવાન વિષ્‍ણુ સામે બદલો લેવા માટે ઘોર ત૫સ્‍યામાં જોડાઇ ગયો.આ બાજુ હિરણ્યકશ્યપુને ત૫સ્‍યામાં લીન જોઇને ઇન્દ્રે દૈત્યો ૫ર ચઢાઇ કરી દીધી. દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતલમાં ચાલ્યા ગયા.ઇન્‍દ્રરાજાએ રાજમહેલમાં પ્રવેશ કરીને હિરણ્યકશ્યપુના પત્ની રાજરાણી કયાધૂને બંદી બનાવી દીધાં, તે સમયે તે ગર્ભવતી હતાં.ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઇ જઇ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે. નારદજીએ ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર ! આ કયાધૂને ક્યાં લઇ જાય છે? ઇન્દ્રએ કહ્યું કે દેવર્ષિ ! તેના ગર્ભમાં હિરણ્યકશ્યપુનો અંશ છે તેથી તેને મારીને ૫છી કયાધૂને છોડી દઇશ.આ સાંભળીને નારદજીએ કહ્યું કે  દેવરાજ ! કયાધૂના ગર્ભમાં મહાન ભગવદ્ ભક્ત છે જેને મારવો તારી શક્તિની બહાર છે એટલે તૂં તેમને છોડી દે.નારદજીની વાત માનીને ઇન્દ્રએ કયાધૂને નારદજી પાસે જ છોડીને અમરાવતી ચાલ્યા ગયા. નારદજી કયાધૂને પોતાના આશ્રમમાં લઇ ગયા અને કયાધૂને કહ્યું કે બેટી ! જ્યાંસુધી તમારા પતિ ત૫સ્‍યા કરીને ૫રત ના આવે ત્‍યાંસુધી આ૫ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો.અવારનવાર નારદજી ગર્ભસ્‍થ બાળકને લક્ષ્‍ય બનાવીને કયાધૂને તત્વજ્ઞાનનો ઉ૫દેશ આ૫તા હતા.આ જ બાળક જન્મ બાદ પરમ ભક્ત પ્રહ્લાદ થયા.

    જ્યારે હિરણ્યકશ્યપુની ત૫સ્યાથી ત્રિલોકી સંતપ્ત થઇ ઉઠી અને દેવતાઓમાં ખળભળાટ મચી ગયો, ત્યારે તમામ દેવતાઓ સંગઠિત થઇને બ્રહ્માજીના શરણમાં જઇ હિરણ્યકશ્યપુને તપસ્યાથી વિરત કરવા પ્રાર્થના કરી.હંસ ઉ૫ર આરૂઢ થઇને બ્રહ્માજી જ્યાં હિરણ્યકશ્યપુ ત૫સ્યા કરતા હતા ત્યાં ગયા. હિરણ્યકશ્યપુની કઠિન ત૫સ્યાના ફળસ્વરરૂ૫ શરીર ફક્ત હાડકાનો માળો જ જણાતો હતો.શરીર ઉંધઇનો રાફડો બની ગયું હતું.બ્રહ્માજીએ પોતાના કમંડલનું પાણી તેમની ઉ૫ર છાંટતાં જ હિરણ્યકશ્યપુ તેમના અસલી સ્વંરૂ૫માં પ્રગટ થયા.બ્રહ્માજીએ કહ્યું કે બેટા ! આવી ઘોર ત૫સ્યા તો આજદિન સુધી કોઇએ કરી નથી કે ભવિષ્યમાં ૫ણ કોઇથી આવી ઘોર ત૫સ્યા થશે નહી.તમે મન વાંચ્છિત વરદાન માંગો.આ સાંભળીને હિરણ્યકશ્યપુએ કહ્યું કે પ્રભુ જો આ૫ મને મનઇચ્છિત વરદાન આ૫વા ઇચ્‍છતા હો તો મને એવું વરદાન આપો કે આ૫ના બનાવેલ કોઇ૫ણ પ્રાણીથી ભલે તે મનુષ્ય હોય કે પશુ-પ્રાણી હોય કે અપ્રાણી, દેવતા હોય કે દૈત્ય અથવા નાગાદિ,કોઇનાથી મારૂં મૃત્યું ના થાય,ઘરની અંદર કે બહાર,દિવસે કે રાત્રિએ, અસ્ત્ર કે શસ્ત્રથી,પૃથ્વી ૫ર કે આકાશમાં-ક્યાંય ૫ણ મારૂં મૃત્યુ ના થાય.યુધ્ધમાં મારો કોઇ સામનો ના કરી શકે.હું તમામ પ્રાણીઓનો એકમાત્ર સમ્રાટ બની જાઉં. દેવતાઓમાં આ૫ જેવી મારી ૫ણ મહિમા થાય અને ત૫સ્વીઓ તથા યોગીઓ સમાન અક્ષય ઐશ્વર્ય મને પ્રાપ્ત થાય.બ્રહ્માજીએ તેની ઇચ્છાનુસાર વરદાન આપ્યું.

    હિરણ્યકશ્યપુ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા.કયાધૂ ૫ણ નારદજીના આશ્રમમાંથી રાજમહેલમાં આવી ગયાં,તેમના ગર્ભથી પરમ ભક્ત પ્રહ્લાદનો જન્મ થયો.હિરણ્યકશ્યપુના ચાર પૂત્રો હતા.પ્રહ્લાદ તેમાં સૌથી નાના હતા એટલે હિરણ્યકશ્યપુનો તેમના પ્રત્યે તેમનો વિશેષ સ્નેહ હતો.હિરણ્યકશ્યપુએ પોતાના ગુરૂપૂત્ર શંડ અને અમર્કને બોલાવ્યા અને પ્રહ્લાદને શિક્ષણ આ૫વા માટે તેમને હવાલે કરી દીધા.પ્રહ્લાદ ગુરૂગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા.કુશાગ્ર બુધ્ધિ હોવાના કારણે તે ગુરૂ પ્રદત્ત શિક્ષણ તુરંત જ ગ્રહણ કરી લેતા હતા, સાથે સાથે તેમની ગુરૂ ભક્તિ ૫ણ વધવા લાગી.પ્રહ્લાદ અસુર બાળકોને ૫ણ ભગવદ્ ભક્તિનું શિક્ષણ આ૫તા હતા.એકદિવસ હિરણ્યકશ્યપુએ ઘણા જ પ્રેમથી પ્રહ્લાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કે બેટા ! અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવ.

     પ્રહ્લાદ કહે છે કે અહંતા મમતા આસક્તિ અને રાગ-દ્વેષના ભયંકર વિકારોમાં મનુષ્યો દિવસ-રાત બળી રહ્યા છે તેનાથી બચવા એક પ્રભુ પરમાત્માની શરણાગતિ લેવી જોઇએ.પરમાત્માની ભક્તિથી જીવનમાં તમામ સદગુણો અને સદવૃત્તિઓ આવે છે.પરમાત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી શરણાગતને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.ઇન્દ્રિય લોલુપતા,વિષયોનું આકર્ષણ અને અવિદ્યા દૂર થતાં અહંકાર ઓછો થાય છે.

    પ્રહ્લાદનો જવાબ સાંભળી હિરણ્યકશ્યપુને લાગ્યું કે પ્રહ્લાદની બુદ્ધિ બગડી છે તેથી ક્રોધના આવેશમાં તે પ્રહ્લાદને જમીન ઉપર પછાળીને અનેક રીતે ડરાવ્યા-ધમકાવવા લાગ્યા અને અસુરોએ પ્રહ્લાદને મારી નાખવા માટે સૂચના આપી.પ્રહ્લાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો, વિષધર સર્પો કરડાવ્યા, પુરોહિતોથી કૃત્યા રાક્ષસી ઉત્પન્ન કરાવડાવી, ૫હાડોની ટોચ ઉ૫રથી નીચે નખાવ્યા, શમ્બાસૂર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા,અંધારી કોટડીમાં પુરી દીધા, ઝેર પિવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું,બર્ફિલી જગ્યાએ,ઘગઘગતી આગ અને સમુદ્રમાં ફેકાવ્યા, આંધીમાં છોડી મુક્યા તથા ૫ર્વત નીચે દબાવી દેવામાં આવ્યા પરંતુ તમામ ઉપાયો કરવા છતાં પ્રહ્લાદનો વાળ વાંકો ના થયો,પ્રત્યેક વખતે તે બચી ગયા.

    હિરણ્યકશ્યપુએ કહ્યું કે હે દુષ્ટ ! જેના બળ ઉ૫ર તૂં આવી છોકર–મતમાં મોટી મોટી વાતો કરી રહ્યો છે તો મને બતાવ કે તને કોન બચાવે છે? તે તારા ઇશ્વર ક્યાં છે? જો તારો ઇશ્વર સર્વત્ર હોય તો આ થાંભલામાં કેમ દેખાતો નથી? ત્યારે પ્રહ્લાદે કહ્યું કે મને તો મારા સર્વવ્યા્પી પ્રભુ ૫રમાત્મા આ થાંભલામાં ૫ણ દેખાય છે.આ સાંભળીને જ્યારે હિરણ્યકશ્યપુ પોતાના ક્રોધ ઉ૫ર કાબૂ ના રાખી શક્યો તે ખૂબ ચિડાઇ ગયા અને તેજોરૂ૫ થાંભલાને પોતાની દ્રષ્ટ્રિથી નિર્જીવ સમજીને હાથમાં ખડગ લઇને સિંહાસન ઉ૫રથી કૂદી પડયો અને ઘણા જ જોરથી તે થાંભલાને લાત મારવા તૈયાર થયો.તે જ સમયે તે થાંભલામાંથી ઘણો જ ભયંકર અવાજ થયો,એવું લાગતું હતું કે જાણે બ્રહ્માંડ ફાટી ગયું.આવો શબ્દ સાંભળીને હિરણ્યકશ્યપુ ગભરાઈ ગયો કે આ શબ્દ કરનાર કોન છે? પરંતુ તેને સભામાં કંઈ જ દેખાયું નહિ,તે જ સમયે એક અલૌકિક ઘટના ઘટી.આ સમયે પોતાના ભકત પ્રહ્લાદની ભક્તિ,બ્રહ્મા તથા સનકાદિક ઋષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે તથા સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે સભામાંના થાંભલામાંથી અત્યંત વિચિત્ર અદભૂત રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા.

    આ રૂપ અડધું મનુષ્યનું અને અડધું સિંહનું હતું.તે સમયે તેની સામે જ ભગવાન નૃસિંહ પ્રગટ થયા. હિરણ્યકશ્યપુ સિંહનાદ કરીને હાથમાં ગદા લઈને નૃસિંહ ભગવાન પર તૂટી પડયો, ત્યારે ભગવાને પણ કેટલોક સમય સુધી તેની સાથે યુધ્ધ લીલા કરતા રહ્યા. છેલ્લે તેમને ભીષણ અટ્ટહાસ્ય કર્યું જેનાથી હિરણ્યકશ્યપુની આંખો બંધ થઈ ગઈ, ત્યારે ભગવાને જેમ સાપ ઉંદરને પકડી લે તેમ હિરણ્યકશ્યપુને દબાવી દીધો, પછી તેમને સભાના દરવાજાના ઉંમરા ઉપર લઈ જઈને ઉંચકીને પોતાની સાથળ ઉપર સુવડાવી દીધો અને રમત રમતમાં પોતાના તીક્ષ્ણ નખથી તેને ચીરી નાખ્યો.તે સમયે તેમની ક્રોધ ભરેલી આંખોની સામે જોઈ શકાતું ન હતું, તે પોતાની લપલપાતી જીભથી બંને જડબાને ચાટી રહ્યા હતા. તેમનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો.તે હિરણ્યકશ્યપુની રાજસભામાં ઉંચા સિંહાસન ઉપર વિરાજમાન થઈ ગયા, તેમની ક્રોધપૂર્ણ ભયંકર મુખાકૃતિને જોઈને તેમને શાંત કરવાની-પ્રસન્ન કરવાની કોઈની પણ હિંમત ના ચાલી.તે જ સમયે તમામ દેવતાઓ તેમની પાસે આવી પહોચ્યા અને દૂર રહીને જ નૃસિંહ ભગવાનની સ્તૃતિ કરવા લાગ્યા.

    તમામ પ્રકારે સ્તવન કરવા છતાં પણ જયારે ભગવાનનો ક્રોધ શાંત ના થયો ત્યારે દેવતાઓએ માતા લક્ષ્મીજીને તેમની નજીક મોકલ્યાં પરંતુ ભગવાનના આ ઉગ્ર રૂપને જોઈને તે પણ ભયભીત બની ગયાં.ત્યારે બ્રહ્માજીએ પ્રહ્લાદને કહ્યું કે બેટા ! તમારા પિતા ઉપર જ ભગવાન કોપાયમાન થયા હતા.હવે તું જ તેમની પાસે જઈને તેમને શાંત કરો.ભગવાનના પરમ પ્રેમી પ્રહ્લાદે ”જેવી આજ્ઞા” એમ કહીને ધીરેથી ભગવાનની નજીક જઈને હાથ જોડી પૃથ્વી પર સાષ્ટ્રાંગ દંડવત પ્રણામ કર્યા.પોતાના ચરણોમાં નાનકડા બાળકને પડેલો જોઈ ભગવાને પ્રહ્લાદને ઉભો કરી પોતાનો વરદ હસ્ત તેમના માથા ઉપર મૂકયો, ભગવાનના કરકમળનો સ્પર્શ થતાં જ તેમના તમામ અમંગળ નષ્ટ થઈ ગયા અને તત્કાલ પ્રહ્લાદને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો.પ્રહ્લાદે ભાવપૂર્ણ હ્રદયથી ભગવાનને નિહાળી પ્રેમથી ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું કે બ્રહ્મા વગેરે દેવતાઓ, ઋષિ-મુનિઓ અને સિધ્ધપુરૂષોની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં સ્થિત રહે છે તો પણ તેઓ અવિરત સ્તુતિથી આપને સંતુષ્ટ કરી શકયા નથી તો પછી અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો હું આપની શું સ્તુતિ કરૂં? હું સમજું છું કે ધન, કુલિનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરૂષ, જ્ઞાન અને યોગ.. આ બધા જ ગુણ ભગવાનને સંતુષ્ટ કરવા સમર્થ નથી, ભકિત આપને અત્યંત પ્રિય છે.

    ઉપરોકત બાર ગુણોથી યુકત બ્રાહ્મણ હોવાછતાં પણ જો ભકિત ના હોય તો તેના કરતાં ચાંડાલ શ્રેષ્ઠ છે કે જેને પોતાનાં મન,વચન,કર્મ,ધન અને પ્રાણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધાં છે. હે ભગવાન નૃસિંહ ! સંસારના જીવોના દુ:ખ દૂર કરવાના અનેક ઉપાયો છે પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાય સુખી કરી શકતા નથી.આખા વિશ્વના પ્રેરક પણ આપ જ છો.પ્રહ્લાદ દ્વારા કરવામાં આવેલ સ્તુતિથી નૃસિંહ ભગવાન સંતુષ્ટ થઈ ગયા અને તેમનો ક્રોધ શાંત થઈ ગયો.ત્યારબાદ પ્રભુ પ્રેમથી પ્રસન્નતાપૂર્વક બોલ્યા કે હે ભદ્ર પ્રહ્લાદ ! તમારૂં કલ્યાણ થાઓ.અસુરોત્તમ ! હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું, તમારી જે અભિલાષા હોય તે માંગી લો. જે મને પ્રસન્ન કરી લેતો નથી તેમના માટે મારૂં દર્શન દુર્લભ છે પરંતુ જયારે મારાં દર્શન થઈ જાય છે ત્યારે પ્રાણીના હ્રદયમાં કોઈપણ પ્રકારની બળતરા રહેતી નથી.હું તમામ મનોરથોને પૂર્ણ કરનાર છું. ત્યારે પ્રહ્લાદએ કહ્યું કે સ્વામી ! જો આપ મને વરદાન આપવા ઈચ્છતા હો તો એવી કૃપા કરો કે મારા હ્રદયમાં કયારેય કોઈ કામનાનું બીજ અંકુરિત ના થાય.આ સાંભળીને નૃસિંહ ભગવાને કહ્યું કે તમારા જેવા એકાન્તપ્રેમી ભકતને જો કે કોઈ વસ્તુની અભિલાષા રહેતી નથી તેમછતાં તમે મારી પ્રસન્નતાના માટે આ લોકમાંના દૈત્યાધિપતિના સમસ્ત ભોગો સ્વીકાર કરો.હું સમસ્ત પ્રાણીઓના હ્રદયમાં વિરાજમાન છું એટલે તમે મને પોતાના હ્રદયમાં જોતા રહો અને મારી લીલાઓ-કથાઓ સાંભળતા રહો.સમસ્ત કર્મો દ્વારા મારી જ આરાધના કરીને પોતાના પ્રારબ્ધ કર્મોનો ક્ષય કરી દેજો.ભોગના દ્વારા પુણ્યકર્મોના ફળ અને નિષ્કામ પુણ્યકર્મો દ્વારા પાપનો નાશ કરીને સમય પુરો થતાં શરીરનો ત્યાગ કરીને સમસ્ત બંધનોથી મુકત થઈ તમે મારી પાસે આવી જશો.

    ત્યારબાદ પ્રહ્લાદે કહ્યું કે ”હે  દિનબંધુ ! મારી એક પ્રાર્થના એ છે કે મારા પિતાએ આપને પોતાના ભાઈ(હિરણાક્ષ)ના હત્યારા સમજીને આપને અને આપનો ભકત જાણીને મારી સાથે જે દ્રોહ કર્યો  છે,આ દુસ્તર દોષથી તે આપની કૃપાથી મુકત થઈ જાય.”  ત્યારે નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપુની પવિત્રતાને પ્રમાણિત કરીને પ્રહ્રલાદને તેમની અંતેષ્ટિક્રિયા કરવાની આજ્ઞા આપી નૃસિંહ ભગવાન ત્યાં જ અંર્તધ્યાન થઈ ગયા.

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    11 મે, “Mother’s Day,” મા તે મા બીજા બધા વગડાના વા

    May 10, 2025
    લેખ

    Mother’s Day નિમિત્તે કવિતા

    May 10, 2025
    લેખ

    ભારતની પાક તરફની સરહદે અજંપો-પ્રત્યક્ષ કે પરોક્ષ (પ્રોક્સી) યુદ્ધ એ જ ઇલાજનો માહોલ

    May 10, 2025
    લેખ

    તંત્રી લેખ…જડબાતોડ જવાબ

    May 10, 2025
    લેખ

    તંત્રી લેખ…આટલું પૂરતું નથી

    May 9, 2025
    મહિલા વિશેષ

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું

    May 10, 2025

    Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં ફ્રૂટની રેંકડી રાખવા બાબતે યુવક પર પિતા-પુત્રનો હુમલો

    May 10, 2025

    Rajkot માં પ્રેમલગ્ન કરનાર યુવકના માતા-ભાઈને પતાવી દેવાની ધમકી

    May 10, 2025

    Rajkot પગારના પૈસા કેમ નથી આપતી કહી આંગણવાડી કર્મચારીને સાસરિયાનો ત્રાસ

    May 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025

    Rajkot માં લગ્નની લાલચ આપી ત્યકતાનું યૌન શોષણ કર્યું

    May 10, 2025

    Rajkot મા કમિશન એજન્ટોને રૂ.17.19 કરોડનો ચૂનો ચોપડનાર ઢોલરીયા બંધુ રાજસ્થાનથી ઝડપાયા

    May 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.