Prayagraj,તા.04
ઉતરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભની તડમાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે એમાં બોમ્બ-બ્લાસ્ટ કરીને 1000 હિન્દુઓને મારવાની ધમકી મળી છે. આ ધમકી ઇન્સ્ટાગ્રામના નસર પઠાન નામની વ્યકિતના અકાઉન્ટ પરથી આપવામાં આવી છે.
જેમાં લખ્યું છે : ઓલ ઓફ યુ, તમુ સબ અપરાધી હો. મહાકુંભ મેં બમ બ્લાસ્ટ કરેંગે, 1000 હિન્દુઓ કો મોરેંગે, અલ્લાહ ઇઝ ગ્રેટ જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી આ ધમકી મળી છે એના બાયોમાં લખ્યું : મુઝે મુસ્લિમ હોને પર ગર્વ હૈ. કટ્ટર મુસ્લિમ.