New York,તા.25
અમેરિકાના રાજકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા ચર્ચામાં રહે છે, ક્યારેક પોતાના નિવેદનોના કારણે તો ક્યારેક પોતાના નિર્ણયોના લીધે. હાલ તેઓ પોતાની ટોપીના કારણે ચર્ચામાં છે.
તેમની લાલ રંગની ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ ટોપી ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પની આ નવી ટોપી તેના પર લખેલા સંદેશના લીધે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
નવી લાલ ટોપી પર મોટા અક્ષરોમાં લખ્યું છે કે, ‘Trump Was Right About Everything’ અર્થાત ‘ટ્રમ્પ દરેક બાબત પર સાચા હતા’ 22 ઓગસ્ટ, 2025ના રોજ ટ્રમ્પે આ ટોપી પહેરી 2026 ફીફા વર્લ્ડ કપની જાહેરાત કરી હતી.
ટોપી પર લખાયેલા આ સંદેશ પર લોકો અનેક તર્ક-વિતર્ક આપી રહ્યા છે. આ સિવાય ટોપી પર ‘Trump 2028’ લખ્યું હતું. જે ટ્રમ્પની ફરી એકવાર પ્રમુખ બનવાની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.