Rajkot,તા.27
કોઠારિયા સોલ્વન્ટના શાહરૂખને હત્યાની કોશિશ પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ પાસામાં અમદાવાદ જેલ હવાલે કર્યો હતો. શરીર સબંધી ગુન્હામાં પકડાયલે શખ્સો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવાની આપવામાં આવેલ સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇની રાહબરીમાં ટીમે હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા શાહરૂખ કાસમ જુણાચ (ઉ.વ. ૨૮, રહે, કોઠારીયા સોલ્વન્ટ, બાપાસીતારામ ચોક, ૨૫ વારીયા કવાટર, કવાટર નં-૧૬૫) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલતા પાસા દરખાસ્ત મંજુર કરી આરોપીને અમદાવાદ જેલ હવાલે કરવાનો હુકમ કરતાં માલવીયાનગર પોલીસની ટીમે કાર્યવાહી કરી આરોપીને જેલ ભેગો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ માલવીયાનગર પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ, એટ્રોસીટી તેમજ અલગ અલગ પોલીસ મથકમાં દારૂ, મારામારી, જુગાર સહિતના ગુના નોંધાયેલ છે.