રોકડ અને મોબાઈલ મળી, રૂ.૧૬ હજારનો મુદ્દા માલ એલસીબીએ કર્યો કબજે: ત્રણ શખ્સોની શોધખોળ
Jetpur
જેતપુરમાં ફૂલવાડી વિસ્તારમાં આવેલા સ્મશાન રોડ પરથી મોબાઇલમાં હાલમાં ચાલતા આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ, રોકડ અને મોબાઈલ મળી રૂ.૧૬ હજારનો મુદ્દામલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખૂલતા ત્રણેય શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.રાજકોટ જિલ્લામાં દારૂ – જુગારની બડી સંપૂર્ણ પણે દામી દેવા જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર્સિંહે આપેલી સૂચનાના પગલે ગ્રામ્ય એલસીબીની ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું, જેમાં તેઓને બાતમીમળી હતી કે ફૂલવાડી વિસ્તારમાં સ્મશાન રોડ પર એક શખ્સ તેના મોબાઇલમાં હાલમાં ચાલતા ચેનાઈ સુપરકિંગ અને હૈદરાબાદ સનરાઈઝ વચ્ચે ચાલતા 20- 20 મેચ પર ચિઠ્ઠીઓ લખી રન ફેરનો સટ્ટો રમી રહ્યો છે.એલસીબીની ટીમ બાતમી મળેલા સ્થળે પહોંચી ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને ઝડપી તેની પાસે રહેલો મોબાઇલ અને કાગળની ચિઠ્ઠીઓ કબ્જે કરી, જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર રહેતો અરવિંદ જેસુખલાલ પડીયા નામના શખ્સને રોકડ અને મોબાઈલ મળી, રૂ ૧૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઝડપાયેલા શખ્સ ની પૂછ પુરછ કરતા તે તેના મોબાઈલમાં જેતપુર માર્કેટિંગ યાર્ડ પાસે રહેતો ભરત ભરવાડ, સોનાની ભઠ્ઠી પાસે રહેતો પ્રકાશ મકવાણા અને ચાંદની ચોકમાં રહેતો તનાજ લુંલાણીયા નામના શખ્સો સાથે રનફેરનો જુગાર રમતો હતો. પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી શોધ ખોલ હાથ ધરી છે. દરોડાની કામગીરી એલસીબી પીઆઇ વી વી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ સી ગોહિલ, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ,અને દિવ્યેશભાઈ સહિતના સ્ટાફે કરી હતી.