Rajkot,તા.07
શહેરના કોઠારીયા રોડ પર આવેલી હુડકો ચોકડી પાસે ક્રિકેટ મેચ પર સટો રમતા એક શખ્સને આજીડેમ પોલીસે દબોચી લઈ ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બધી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે આજીડેમ પોલીસી ટીમ પેટ્રોલિંગ માંથી તે દરમિયાન બાતમી મળી હતી કે હુડકો ચોકડીએ આવેલી શક્તિ હોટલ પાસે એક શખ્સ ક્રિકેટ મેચ પર ઓનલાઇન જુગાર રમી રહ્યો છે. આજીડેમ પોલીસ ની ટીમ શક્તિ હોટલે પહોંચી માહિતી મળેલા શખ્સ પાસેથી તેનો મોબાઇલ કબ્જે કરી, મોબાઈલ ચેક કરતા VITALITY BLAST WOMAN લિંગની ક્રિકેટ મેચના સોદાઓ કરી હરજીત નો જુગાર રમતો અને રમાડતો હતો. આજીડેમ પોલીસે કોઠારીયા રોડ પર આવેલી સ્વાતિ પાર્ક શેરી નંબર ૪માં રહેતો દિવ્યેશ ભરતભાઈ હાડા નામના શખ્સને મોબાઈલ સાથે ધરપકડ કરી છે.